નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઇ બૉલીવુડ અભિનેત્રી. નથી થઈ રહ્યો કોઈ સંપર્ક
ઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. અભિનેત્રી ફસાયેલી હોવાની માહિતી નુસરતની ટીમ દ્વારા એક નિવેદનમાં શેર કરવામાં આવી હતી.
નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પાછી આવે.