Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aryan khan Drugs Case: આર્યન ખાનને ન મળ્યા જામીન, કિલા કોર્ટે અરબાજ, મુનમુનને પણ બેલ આપવાનો કર્યો ઈનકાર

Aryan khan Drugs Case: આર્યન ખાનને ન મળ્યા જામીન, કિલા કોર્ટે અરબાજ, મુનમુનને પણ બેલ આપવાનો કર્યો ઈનકાર
, શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (18:01 IST)
ડ્રગ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન(Aryan Khan Drug Case) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. મુંબઈની ફોર્ટ કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુનને જામીન(Mumbai Court Not Grant Bail) આપવાની ના પાડી દીધી છે. આર્યનને કોર્ટ તરફથી રાહત મળી નથી. જામીન અરજી નામંજૂર થયા બાદ આર્યન ખાન અને અન્ય 5 આરોપીઓએ આજે ​​રાત્રે આર્થર રોડ જેલમાં રહેવું પડશે. તેમને બેરેક નંબર-1 માં રાખવામાં આવ્યા છે, જે ખાસ ક્વોરેન્ટાઇન બેરેક છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે થયેલી સુનાવણીમાં કોર્ટે આર્યન ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ફોર્ટ કોર્ટમાંથી જામીન ન મળ્યા બાદ હવે આર્યન ખાને સેશન્સ કોર્ટ(Session Court)નો સંપર્ક કરવો પડશે. શનિવાર અને રવિવારે કોર્ટ બંધ રહેશે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ નથી કે આર્યન ખાનને હજુ કેટલા દિવસ જેલમાં વિતાવવા પડશે.

 
આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટો નકારી દીધી છે. હવે આર્યનના વકીલ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે. હાલમાં જ સો.મીડિયામાં ગૌરી ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં આર્યન ખાન NCBની ટીમ સાથે કોર્ટમાંથી બહાર આવે છે. આ સમયે કોર્ડની સામે એક કાર ઊભી હોય છે. આ કારની અંદર ગૌરી ખાન રડતી જોવા મળે છે. તે પોતાના હાથથી ચહેરો છુપાવે છે અને સતત રડતી જોવા મળે છે.

આજે કોર્ટમાં આર્યનના વકીલે કહ્યું કે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જો કોર્ટ પાસે રિમાન્ડ આપવાની સત્તા છે, તો તેને જામીન આપવાનો પણ અધિકાર છે. તેમણે કહ્યું કે આર્યન પાસેથી ડ્રગ્સ (Drugs)  મળ્યુ નથી.
 
પુરાવા સાથે છેડછાડની શક્યતા 
 
સાથે જ એએસજી અનિલ સિંહે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં 17 લોકો સંડોવાયેલા છે. તેમના કનેક્શનની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે જો જામીન આપવામાં આવે તો તે પુરાવાઓ સાથે છેડછાડ થશે. આરોપીઓ પ્રભાવશાળી છે. તેમને જામીન મળવાથી પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતા વધી જાય છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન ઘણી બધી સામગ્રી મળી આવી છે. આ તબક્કે જામીન આપવાથી તપાસમાં અડચણ બની શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bigg Boss 15 : શમિતા શેટ્ટી નિશાંત અને પ્રતીક સાથે લડાઈ કરી