વિક્રમ ભટ્ટની આવનાર ફિલ્મ ‘લવ ગેમ્સ’નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મમાં બોલ્ડ સીનની ભરમાર છે આ ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મમાં રમોના પત્રલેખા બન પોતાના પાર્ટનરને બીજા કપલ્સ સાથે લવ ગેમ રમવાનો દબાવ નાંખે છે. આ ટ્રેલરમાં તો કિંસીંગ સીનની ભરમાર છે તો મૂવીનું તો શું કહેવું.
મોડલથી એક્ટર બનેલા ગૌરવ અરોડા આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે. ફિલ્મમાં તારા અલીશા બેરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં બોલ્ડ સીનની વધારે હોવાને કારણે 18 કટ લગાવવાના કહ્યાં છે. આ પર ભટ્ટ બ્રધર્સનું કહેવું છે કે તેમને આ ફિલ્મમાં કોઈપણ પ્રકારના કટ નથી જોઈતા. તેમણે એ સર્ટિફિકેટની માંગ કરી છે.