Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hot અભિનેત્રી લીસા હેડને આ હોટ અંદાજમાં લગ્ન કરવાના સમાચાર આપ્યા

Hot અભિનેત્રી લીસા હેડને આ હોટ અંદાજમાં લગ્ન કરવાના સમાચાર આપ્યા
, મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (17:34 IST)
છેલ્લા ઘણા સમયથી બૉલીવુડમાં બ્રેકઅપ્સના સમાચાર આવી રહ્યા છે. આવામાં પોતાના બોલ્ડ અંદાજથી દર્શકોને હેરાન કરનારી અભિનેત્રી લીસા હેડને પોતાના ફેંસને ગુડ ન્યુઝ આપ્યા છે. જી હા તે ટૂંક સમયમાં જ પોતાના બોયફ્રેંડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 
webdunia
તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. જેમા તે પોતાના બોયફ્રેંડ ડીનો લાલવાનીને કિસ કરતી દેખાય રહી છે અને આ સાથે જ તેણે પોતાના લગ્નનો પણ ખુલાસો કર્યો છે. તેણે ફોટો સાથે કેપ્શનમાં લખ્યુ છે હુ લગ્ન કરવા જઈ રહી છુ. 
 
લીઝા ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલીવાર ડીનો સાથે સાર્વજનિક રૂપે જોવા મળી હતી. 41 વર્ષીય ડીનો યૂકે બેસ્ટ બિઝનેસમેન છે. જે પાકિસ્તાનના જાણીતા ગુલ્લુ લાલવાનીના પુત્ર છે. સમાચાર મુજબ બંને તાજેતરમાં જ ગ્રીસથી રજાઓ ગાળીને પરત ફર્યા છે. 
 
ઉલ્લેખનીય છેકે લીઝા તાજેતરમાં જ હાઉસફુલ 3માં રિતેશ દેશમુખ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. કંગના રનોત સાથે ફિલ્મ ક્વીનમાં તેના બોલ્ડ અને દમદાર પાત્રને કોઈ નહી ભૂલ્યુ હોય. તેઓ ટૂંક સમયમાં જ અજય દેવગન સાથે આગામી ફિલ્મ બાદશાહોમાં જોવા મળવાની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રઈસની નવી રિલીજ ડેટ ... થઈ ગઈ નક્કી