Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત 5 પોઈંટસથી જાણો કે કેમ જોવી જોઈએ સલમાન ખાનની ફિલ્મ 'RACE 3'

ફક્ત 5 પોઈંટસથી જાણો કે કેમ જોવી જોઈએ સલમાન ખાનની ફિલ્મ 'RACE 3'
નવી દિલ્હી. , શુક્રવાર, 15 જૂન 2018 (16:03 IST)
બોલીવુડ એક્ટર સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનીલ કપૂર અને એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડીઝ અને ડેઝી શાહની ફિલ્મ  'RACE 3' આજે સિનેમાઘરમાં રજુ થઈ ચુકી છે. રેસ ફ્રેંચાઈજીની પ્રથમ 2 ફિલ્મોમાં સેફ અલી ખાન લીડ રોલમાં હતા પણ રેસ 3 માં પહેલીવાર સલમાન ખાન જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન ફિલ્મસ અને રમેશ તૌરાની દ્વારા નિર્મિત આ ફિલ્મને ટિપ્સ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. તો આવો ફક્ત 5 પોઈંટશથી જાણીએ કે છેવટે કેમ આપણે ફિલ્મ રેસ 3 જોવી જોઈએ ?
webdunia
1. ફિલ્મમાં છે જોરદાર એક્શન - સસ્પેંસ થ્રિલર  'રેસ 3' નું નિર્દેશન કરી રહેલ રેમો ડિસૂજાનુ કહેવુ છે કે રેસ 3ની પહેલાની બે ફિલ્મોમાં સૈફે સારુ કામ કર્યુ છે પણ આ વખતે દર્શકોને સલમાનની એક્શન જોવા મળશે અને એ તો ખાતરી છે કે સલમાનના સ્ટંટ સામે લોકો સૈફને ભૂલી જશે. 
webdunia
2. ફિલ્મના ગીત - રેસ ફ્રેંચાઈજીની પ્રથમ 2 ફિલ્મોમાં બધા ગીત જોરદાર હિટ રહ્યા છે અને આ વખતે પણ રેસ 3 માં બધા ગીત લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.  ફિલ્મનુ એક ગીત પાર્ટી ચલે ઑન ને અત્યાર સુધી ઘણુ પસંદ કરવામાં આવ્યુ છે.  ફિલ્મના આ ગીતને મીકા સિંહ અને લૂલિયા વંતૂરે ગાયુ છે.   ગીતના લિરિક્સ વિક્કી અને હાર્દિકે આપ્યા છે. બીજી બાજુ આના લિરિક્સ હાર્દિક આચાર્યે લખ્યા છે. ગીતને ડીજે ચીટ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવ્યુ છે. સાથે જ સલમાન ખાનના ડાંસને આ ગીતમાં નજરઅંદાજ કરવુ પણ ખોટુ રહેશે. કારણ કે ગીતમાં તેઓ ખૂબ જ મસ્તી સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. 
webdunia
3. ફિલ્મમાં સસ્પેંસ - રેસ ફ્રેંચાઈજીની પ્રથમ 2 ફિલ્મો સસ્પેંસ થ્રિલર હતી અને તેના જ તર્જ પર રેસ 3 ની સ્ટોરે પણ બનાવાઈ છે. રેસ ફ્રેંચાઈજીની ખાસિયત જ તેની સસ્પેંસ સ્ટોરીઓ જ છે.  આવામાં આપણે આશ કરી શકીએ કે રેસ 3 પણ એક સારી સસ્પેંસ થ્રિલર ફિલ્મ રહેશે. આમ પણ ફિલ્મના ટ્રેલરમાં કહેવામાં આવ્યુ છે કે જબ આપકે પાસ પરિવાર હૈ તો આપકો દુશ્મનો કી જરૂરત નહી હૈ.. તેનાથી સ્પષ્ટ જાણી શકાય છે કે એકવાર ફરી પરિવાર વચ્ચે આ ફિલ્મની સ્ટોરી ગૂંચવાશે. 
webdunia
4. ફિલ્મના ડાયલોગ - ફિલ્મ રેસ 3 માં અનેક દમદાર ડાયલૉગ છે. જેવા કે રેસ જીંદકી કી રેસ હૈ, કીસી કી જીંદગી લેકર હી ખત્મ હોગી. એવા અનેક ડાયલોગ ફિલ્મમાં છે.  જે ફિલ્મની સ્ટોરીને જીવંત કરવા પૂરતા છે. 
webdunia
5. સિતારોનો મેળો - આ ફિલ્મમાં તમને એક નહી પણ અનેક દિગ્ગજ કલાકારો જોવા મળવાના છે. જેમને પડદાં પર જોવામાં ઘણી મજા આવશે. સલમાન ખાન ઉપરાંત બોબી દેઓલ, સાકિબ સલીમ અનિલ કપૂર અને એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડીઝ અને ડેઝી શાહની એક્શન તમારા દિલને જીતી લેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ચેક આવ્યો રે