Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઓ ફિટ રહેવા માટે શું શું કરે છે બોલીવુડના સિતારાઓ

જુઓ ફિટ રહેવા માટે શું શું કરે છે બોલીવુડના સિતારાઓ
, શુક્રવાર, 15 જુલાઈ 2016 (15:29 IST)
બોલીવુડ સિતારો તેમનુ  આરોગ્ય અને ફિગર ફિટ  રાખવા માટે ખૂબ મેહનત કરે છે . તેઓ  નિયમિત રૂપથી કસરત તો કરે છે અને સાથે એમના ખાન-પાન પર પણ પૂરૂ  ધ્યાન આપે  છે. જાણો  ફિટ રહેવા માટે આ કલાકારો  શું- શું ખાય છે . તમે પણ એને અજમાવી શકો છો. 

 
જોન અબ્રાહમના નાશ્તામાં 6 ઈંડા,4 બ્રેડ માખણ લગાવીને ,10 બદામ અને એક ગ્લાસ જ્યૂસ લે  છે. પણ એની સાથે એ રોજ કસરત કરવાનુ ભૂલતા નથી. 
 
webdunia
મલાઈકા અરોરા સવારે નાશ્તામાં ઈડલી,પોહા,ઉપમા કે થુલી ખાય છે  એની સાથે ફળ પણ લે છે. 
webdunia
ઋતિક રોશન   નાશ્તામાં 4 ઈંડા,2 બ્રાઉન બ્રેડ,એક પ્રોટીન શેક  અને ઘણા તાજા ફળ જરૂર ખાય છે. 
webdunia
કરીના કપૂર દિવસની શરૂઆત એક કપ કૉફી અને એક કેળા ખાઈને કરે છે. એ સિવાય એ નાશ્તામાં બે પરાઠા અને દહીં પણ ખાઈ લે  છે. 
webdunia
સલમાન ખાનના નાશ્તામાં ઈંડા,બ્રેડ,મિક્સ શાકભાજી ,રોટલી અને ઓછી ફેટના દૂધ હોય  છે. 
webdunia
શિલ્પા શેટ્ટી નાશ્તામાં એક વાટકી થુલી  અને ચા લે છે . એ પછી એ કસરત કરે છે .આ કરીને એ પ્રોટીન શેક , ખજૂર અને આઠ કિશમિશ ખાય છે. બપોરના ભોજનમાં એ ઘી લગાવીને રોટલી ખાય છે  , સાથે  શાક , ચિકન અને દાળ પણ લે છે. મીઠામાં એ કુલ્ફી કે ચોકલેટ પસંદ કરે છે. 
webdunia
તુષાર કપૂર નાશ્તામાં પ્રોટીન શેક લે છે . બપોરમાં એ તંદૂરી ચિક્ન અને શાક સાથે બે રોટ્લી ખાવું પસંદ કરે છે . સાંજે એ ઈંડા ખાય છે. રાત્રે  પણ બપોર જેવુ  ભોજન લે છે પણ  રોટલી નહી. 
 
webdunia
પ્રિયંકા  ચોપડાને ઘરનું રાધેલું ખૂબ ભાવે છે . એ માને  છે કે જે મન કરે એ ખાવ  પણ ધ્યાન રાખો કે એટલી કસરત પણ કરો. 
 
webdunia
રામ કપૂરની નાશ્તાની પ્લેટમાં ફ્રાય  ઈંડા હોય છે સાથે એ સંતરાના જ્યૂસ કે નારિયળ પાણી લે છે. 
 
webdunia
બિપાશા બાસુ ભાત નહી ખાય. એ ઘણુ બધુ પાણી પીએ છે અને સારો  નાશ્તો કરે છે . એ ફળ ખાય છે . એનું ભોજન હમેશા જેતૂનના તેલમાં જ રંધાય છે .એ પૂડી અને પરાઠા લેતી નથી. 
webdunia
સેલીના જેટલી ખૂબ મેવા અને ફળ ખાય છે . એ દિવસમાં 7-8 કપ ગ્રીન ટી પણ પીએ છે.  
webdunia
દીપિકા પાદુકોણ નાશ્તામાં ઈડલી,ડોસા ,ઉપમા લે છે કે પછી બે આમલેટ .  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -પતિ પત્ની જોક્સ