Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાલતી મુંબઈ લોકલ ટ્રેનમાંથી કૂદી ગઈ 'રાગિની એમએમએસ' ની અભિનેત્રી, થઈ આવી હાલત..

Karishma sharma
, શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (12:43 IST)
રાગિની એમએમએસ રિટન્સ અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં અભિનયથી જાણીતી કરિશ્મા શર્મા તાજેતરમાં એક ગંભીર દુર્ઘટનાઓ ભોગ બની. મુંબઈમાં ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયા બાદ તેને ખૂબ વાગ્યુ અને હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે તે એક શૂટ માટે ચર્ચગેટ સ્ટેશન તરફ જઈ રહી હતી.  અભિનેત્રી હાલ તકલીફમાં છે અને ગંભીર ઘા ની સારવાર લઈ રહી છે. કરિશમએ આ ઘટનાની માહિતી પોતે તેના ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. કરિશ્માએ જણાવ્યુ કે તે કેવી રીતે દુર્ઘટનાનો ભોગ બની અને હાલ તેની હાલત કેવી છે.  
 
કરિશ્માની હાલત આવી થઈ 
કરિશ્માએ આ પીડાદાયક ઘટના વિશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે શૂટિંગના સંદર્ભમાં તે સાડી પહેરી હતી અને ટ્રેનમાં ચઢતાની સાથે જ તેની ગતિ અચાનક વધી ગઈ. આ સમય દરમિયાન, તેણે જોયું કે તેના મિત્રો ટ્રેનમાં ચઢી શકતા નથી. ગભરાઈને, તેણે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનું નક્કી કર્યું, જેના કારણે તે પીઠના બળે જમીન પર પડી ગઈ. કરિશ્માએ જણાવ્યું કે આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા, પીઠનો દુખાવો અને શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન છે. માથામાં થયેલી ઈજાની ગંભીરતા જોઈને, ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે અને હાલમાં તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.
 
અભિનેત્રીએ પોસ્ટમાં આ વાત કહી
webdunia

 
કરિશ્માએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ગઈકાલે, ચર્ચગેટ પર શૂટિંગ માટે જતી વખતે, મેં સાડી પહેરીને લોકલ ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. ટ્રેન શરૂ થતાં જ તેની ગતિ વધી ગઈ અને મેં જોયું કે મારા મિત્રો ટ્રેનમાં ચઢી શકતા નથી. ડરના કારણે, હું કૂદી પડી અને મારી પીઠના બળે પડી ગઈ. માથામાં સોજો આવી રહ્યો છે અને પીઠમાં ભારે દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે. હું હાલમાં હોસ્પિટલમાં છું. કૃપા કરીને મારા જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો.'
 
અભિનેત્રીના મિત્રએ વ્યક્ત કર્યું દુઃખ 
તેના એક નજીકના મિત્રએ હોસ્પિટલથી એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો અને જણાવ્યું કે અકસ્માત પછી કરિશ્મા બેભાન હાલતમાં મળી આવી હતી. મિત્રએ લખ્યું, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કરિશ્મા સાથે આવું કંઈક થયું છે. તે બેભાન હતી અને અમે તેને જમીન પર પડેલી જોઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવી. ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જલ્દી સ્વસ્થ થાઓ, કરિશ્મા.'
 
કરિશ્મા શર્માની ફિલ્મો 
કામની વાત કરીએ તો, કરિશ્મા શર્મા 'ફસતે ફસાતે', 'સુપર 30', 'એક વિલન રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત, તે 'પવિત્ર રિશ્તા', 'યે હૈ મોહબ્બતે' અને 'પ્યાર તુને ક્યા કિયા' જેવા ટીવી શોનો પણ ભાગ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મુંબઈ લોકલ ટ્રેનની મુસાફરી દરમિયાન સલામતી અને જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમે કરિશ્માના ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પત્ની ની બધી વાતો