Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ
, સોમવાર, 8 જુલાઈ 2024 (13:30 IST)
'કલ્કિ 2898 AD' રજુ થતા જ દર્શકોના દિલમાં ઉતરી ગઈ છે અને આ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચવી રહી છે.  ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મની છપ્પરફાડ કમાણી થઈ રહી છે.  ફિલ્મની છપ્પરફાડ કમાણી થઈ રહી છે અને તેણે શાહરૂખ ખાન ની 'જવાન' ને પણ પાછળ છોડી દીધી છે.  
 
આ વર્ષની શરૂઆતમાં ફક્ત ફાઈટર, શૈતાન અને મુંજ્યા જ બોક્સ ઓફિસ પર  100 કરોડથી વધુ કમાણી કરી શકે એઅને પોતાના કલાકારાઓ અને નિર્મતાઓની લાચ બચાવી શકી.  જો કે અનેક ફ્લોપ ફિલ્મો વચ્ચે લાંબી રાહ જોયા બાદ નાગ અશ્વિનની 'કલ્કિ 2898 AD'  રજુ થઈ અને તેણે અનેક રેકોર્ડ તોડી નાખ્યા.  ફિલ્મને બંપર ઓપનિંગ ડે મળ્યો અને વીકેંડ પર 90 કરોડથી વધુ કમાણી થઈ.  પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન અભિનીત આ  સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને હવે આ ફિલ્મે ભારતમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, તે પણ માત્ર 11 દિવસમાં. આ સાથે 'કલ્કી 2898 એડી' રૂ. 500 કરોડના ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પછી શાહરૂખ ખાનની જવાનને 13 દિવસ અને રણબીર કપૂરની એનિમલને 500 કરોડની ક્લબમાં પ્રવેશવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો.
webdunia
ફિલ્મ આવી રહી છે લોકોને પસંદ 
કલ્કિ 2898 એડી પોતાના બનવાના સમયથી જ ચર્ચામાં આવી રહી છે. ચાર વર્ષ પછી 27 જૂનના રોજ ફિલ્મ સિનેમાઘરમાં રજુ થશે. ફિલ્મને દર્શક્કો અને ક્રિટિક્સનો ખૂબ પ્રેમ મળ્યો. માઈથોલૉજી અને વીએફએક્સનો જાદૂ એવો છેકે કલ્કિ 2898 એડી બોક્સ પર ધમાલ મચાવી રહી છે.  પહેલા વીકેંડ સુધી ફિલ્મનો બિઝનેસ 300 કરોડના નિકટ પહોચ્યો છે.  કલ્કિ 2898 એડી આ વર્ષે સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે અને આ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 
 
દુનિયાભરમાં જ આટલી કમાણી 
સજનિલ્કના મુજબ દીપિકા પાદુકોણની આ ફિલ્મએ પોતાના 10મા દિવસે 34.45 કરોડનો બિઝનેસ કર્યો છે. 
 બીજી બાજુ રવિવારે ફિલ્મએ 41.3 નો બિઝનેસ કર્યો. અ સાથે જ ભારતમાં કલ્કિ 2898 એડી નુ કુલ કલેક્શન 507 કરોડ રૂપિયા થએ ગયુ છે. આ ઉપરાંત વિદેશોમાં પણ પ્રભાસની ફિલ્મનો જલવો કાયમ છે. ફિલ્મએ દુનિયાભરમાં  759.6 કરોડની કમાણી કરી છે. 650 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ 'કલ્કિ 2898 AD' એ પોતાની કમાણી વસૂલ કરી લીધી છે.  
webdunia
Kalki 2898 AD
ફિલ્મ કયા પ્લોટ પર આધારિત છે?
નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટાની મહત્વની ભૂમિકામાં છે. તે જ સમયે, એસએસ રાજામૌલી, વિજય દેવરાકોંડા, રામ ગોપાલ વર્મા, મૃણાલ ઠાકુર અને દુલકર સલમાન જેવા કલાકારોએ કેમિયો કર્યો છે. હવે લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે મેકર્સ અનુસાર ત્રણ વર્ષ પછી રિલીઝ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?