વરિષ્ઠ અભિનેતા અને જાણીતા કૉમેડિયન જગદીપનું નિધન થઈ ગયું છે. તેમણે બુધવારે મુંબઈ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધો. તેઓ 81 વર્ષના હતા. જગદીપ કૅન્સરથી પીડિત હતા અને ઉંમર થતાં તેઓ અનેક સમસ્યાઓ સામે લડતા હતા.
સુરમા ભોપાલી તરીકે જાણીતા જગદીપની જિંદગી ખૂબ સ્ટ્રગલ ભરી રહી છે. તેનું બાળપણ સમસ્યાઓથી ભરેલું હતું. જગદીપની માતા અનાથાશ્રમમાં કામ કરીને ઘર ચલાવતી હતી .
પોતાની સ્ટ્રગલ ભરી જીંદગી વિશે જગદીપે જણાવ્યું પણ હતું. એક ઇન્ટરવ્યુમાં જગદીપે કહ્યું હતું કે- 'હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલા પડ્યા. બધું વેરવિખેર થઈ ગયું હતું. ઘણા લોકો પરેશાન થઈ ગયા
મારો એક ભાઈ મુંબઈમાં રહેતો હતો. તેથી મારી માતા મને અહી લઈ આવી. તે સમયે હું 6-7 વર્ષનો હતો. મુંબઈ આવ્યો ત્યારે કંઈ જ નહોતું. બધુ બરબાદ થઈ ગયું હતું, કોઠી, બંગલો, પૈસા બધું જ ખતમ થઈ ગયું હતું.
તેથી મારી માતાએ અનાથાશ્રમમાં રોટલીઓ બનાવીને મને ઉછેર્યો અને મને શાળામાં દાખલો અપાવ્યો. મને લાગ્યું કે આટાલા બધા બાળકો શેરીઓમાં કામ કરે છે અને મારી માતા મહેનત કરી રહી છે.
જગદીપે કહ્યું માતાને કહ્યું કે મારે કંઈક કામ કરવું છે, તેણે કહ્યું કે દીકરા તારે ભણવું ન જોઈએ. મેં મારી માતાને કહ્યું કે જ્યારે હું તમને સુખ આપી શકતો નથી તો આ અભ્યાસમાં શું છે? પેલો છોકરો જુઓ કામ કરીને ખુશ છે, તેની માતાને ઉછીરી રહ્યો છે.
તેથી તે આ સાંભળીને રડવા લાગી. તેણે કહ્યું કે તુ જોઈ લે શું કરવું જોઈએ
જગદીપે કહ્યું- 'ત્યારબાદ મેં ટીન ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ થોડી પતંગો પણ બનાવી. જે કાંઈ પણ કામ સામે આવ્યું, અમે તે કરતા રહ્યા. જીવન ચાલતુ ગયુ. તેના થોડા સમય પછી તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.
તેમના પારિવારિક મિત્ર અને પ્રોડ્યુસર મહમૂદ અલીએ જણાવ્યું કે અભિનેતા જગદીપનું નિધન બુધવાર રાત્રે સાડા આઠ વાગ્યે થયું અને ગુરુવારે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જગદીપના મૃત્યુના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી છે.
અભિનેતા અનુપમ ખેરે ટ્વિટર પર તેમને યાદ કરતાં લખ્યું કે વધુ એક તારો જમીન પરથી આકાશમાં જઈ પહોંચ્યો.