Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈરફાનના કુરબાની વાળા નિવેદન પર બબાલ

ઈરફાનના કુરબાની વાળા નિવેદન પર બબાલ
નવી દિલ્હી. , શનિવાર, 2 જુલાઈ 2016 (12:19 IST)
પોતાના ઉત્કૃષ્ટ અભિનય માટે ઓળખાનારા બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને કુર્બાનીવાળા નિવેદનથી બબાલ મચી ગઈ છે.  ઈરફાને ગુરૂવારે સાંજે જયપુરમાં સંવાદદાતાઓને કહ્યુ હતુ. કુરબાનીનો મતલબ એ નથી કે બજારમાંથી બકરો લાવીને કાપી નાખો પણ પોતાની વ્હાલી વસ્તુ કોઈને આપવી એ કુર્બાની છે.  પશુઓને કાપવાથી તમને શુ મળશે.  બોલીવુડ અભિનેતાના આ નિવેદન પર વિવાદ ઉભો થઈ ગયો છે અને અનેક મૌલવિયો અને ઉલેમાઓએ તેમના આ નિવેદનની ખૂબ આલોચના કરી છે. ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક સભ્યએ કહ્યુ કે ઈરફાન ખાન કોઈ ધાર્મિક નેતા નથી અને તેમની સલાહની કોઈ જરૂર નથી. 
webdunia
જમાત-એ-ઉલેમા-એ-અક્ષહદના સચિવ મૌલાના ખત્રીએ કહ્યુ કે ઈરફાને પોતાના કેરિયર પર ધ્યાન આપવુ જોઈ અને આવુ નિવેદન ન આપવુ જોઈએ. 
 
ઈરફાને પોતાની આવનારી ફિલ્મ 'મદારી' ના પ્રચાર દરમિયાન ઈસ્લામમાં રોજા રાખવાની પરંપરા વિશે વાત કરતા કહ્યુ, 'કુરબાની' આપતા પહેલા આપણને એ વસ્તુ પ્રત્યે પ્રેમ લાગણી હોવી જોઈએ. ફક્ત એક પશુની હત્યા કરવાથી કશુ નહી મળે. હવે આપણે આવી ધાર્મિક ગતિવિધિયોની પાછળના સંદર્ભને ભૂલી ગયા છે અને તેમના પાછળનો અર્થ જાણ્યા વગર પરંપરાઓને નિભાવી રહ્યા છે. હું ધર્મના ઠેકેદારોથી ગભરાતો નથી.  તેમણે ઈશ્વરનો આભાર માન્યો છે કે તે એવા દેશમાં નથી રહેતા જ્યા ધર્મના ઠેકેદારોનું શાસન ચાલે છે. 
 
ઈરફાને શુક્રવારે ટ્વીટ કર્યુ, પ્લીઝ ભાઈઓ, જે મારા નિવેદનથી પરેશાન છે એ પોતાનુ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી કે પછી એ કોઈ નિર્ણય સુધી પહોંચવાની ઉતાવળમાં છે.  મારે માટે ધર્મ આત્મનિરીક્ષણનુ દ્વાર છે. અહી કરુણા, અક્કલમંદી અને સમભાવનુ સ્ત્રોત છે.. રૂઢિવાદીનુ અને કટ્ટરપનનું નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બૉલીવુડ ઈતિહાસની 25 ખૂબસૂરત અભિનેત્રીઓ