Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Grammy Awards 2024 માં ભારતનો વાગ્યો ડંકો, શંકર મહાદેવન અને જાકિર હુસૈનની ગ્રેમી એવોર્ડ સ્પીચ થઈ વાયરલ

Grammy Awards 2024 માં ભારતનો વાગ્યો ડંકો, શંકર મહાદેવન અને જાકિર હુસૈનની ગ્રેમી એવોર્ડ સ્પીચ થઈ વાયરલ
, સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (12:32 IST)
- ધિસ મોમેંટ એલબમમાં કુલ 8 ગીત છે
- સોશિયલ મીડિયા પર શંકર મહાદેવનની સ્પીચ વાયરલ
- બેંડ દ્વારા 45 વર્ષ પછી પોતાનો પહેલો એલ્બમ રજુ કરવામાં આવ્યો હતો


ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે મોટી સફળતા મેળવી છે. શક્તિના શંકર મહાદેવન અને તેમના મિત્ર સભ્યોએ 66મા વાર્ષિક ગ્રૈમી એવોર્ડસમાં ભારતને ગૌરવ અપાવ્યુ. જૉન મૈકલૉઘલિન, જાકિર હુસૈન, શંકર મહાદેવન, વી. સેલ્વાગણેશ અને ગણેશ રાજગોપાલનના સહયોગથી બનેલ બૈંડ શક્તિ ના આલ્બમ ધિસ મોમેંટ માટે ગ્રૈમી એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યુ.  આ આલ્બમને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં પુરસ્કાર મળ્યો છે. શંકર અને તેમની ટીમના સભ્યએ ગ્રૈમી એવોર્ડ 2024 સ્વીકાર કરવા માટે હાજર હતા. બીજી બાજુ આ ઈવેંટથી શંકર મહાદેવનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા શંકર ભારતને જીત માટે આભાર આપતા જોવા મળ્યા. 

ભારતીય ગાયક શંકર મહાદેવન અને જાણીતા તબલા વાદક જાકિર હુસૈનને ગ્રૈમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધિસ મોમેંટ એલબમમાં કુલ 8 ગીત છે. મ્યુઝિક ઈંડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડસમાંથી એક ગ્રૈમીજમાં શંકર મહાદેવન અને જાકિર હુસૈને કમાલ કરી દીધી છે. બીજી બાજુ ગ્રૈમી વિજેતા રિકી કેજે કેટલાક વીડિયો અને ફોટોઝ શેયર કરીને બેંડને શુભેચ્છા આપી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર રિકી કેજ એ શંકર મહાદેવનની સ્પીચ પણ શેયર કરી છે જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. 


શંકર મહાદેવનની ગ્રેમી એવોર્ડ 2024 સ્પીચ 
ગ્રૈમી એવોર્ડ 2024ના ઈવેંટથી શંકર મહાદેવનનો જે વીડિયો વાયરલ થયો છે તેમા સિંગર પોતાની ટીમ સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. શંકર મહાદેવન સ્પીચમાં કહે છે કે જૉન મૈકલૉધલિન આ ઈવેંટમાં આવી ન શક્યા, અમને તેમની યાદ આવે છે. જૉન જી આગળ કહ્યુ છે કે આભાર... ભગવાન, પરિવાર, મિત્રો અને ભારત, અમને ગર્વ છે કે અમે ભારતીય છે.  હુ આ પુરસ્કાર મારી પત્નીને સમર્પિત કરવા માંગીશ જેમને માટે મારા સંગીતનો દરેક સ્વર સ્મર્પિત છે.  

ભારતીય ફ્યુજન બેંડ શક્તિ વિશે 
શક્તિ ને તેના લેટેસ્ટ મ્યુઝિક એલ્બમ ધિસ મોમેંટ માટે 66મા ગ્રૈમી એવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં વિનર જાહેર કરવામાં આવ્યા. બેંડે 45 વર્ષ પછી પોતાનો આલ્બમ રજુ કર્યો હતો.  ઈગ્લિશ ગિટારિસ્ટ જૉન મૈકલૉલિને 1973માં ભારતીય વાયલિન પ્લેયર એલ. શંકર, તબલા વાદક જાકિર હુસૈન અને ટી એચ વિક્કૂ વિનાયકમરામ ની સાથે ફ્યુજન બેંડ શક્તિની શરૂઆત કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD Abhishek Bachchan - અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી બાલ્કનીમાંથી થઈ હતી શરૂ, લગ્નમાં અડચણ બની હતી આ વાત