Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજા મિશ્રા સાથે છેડછાડ, સોનાક્ષી સિન્હા સહિત પાંચ પર FIR નોંધાયો

પૂજા મિશ્રા સાથે છેડછાડ, સોનાક્ષી સિન્હા સહિત પાંચ પર FIR નોંધાયો
નવીદિલ્હી. , ગુરુવાર, 16 એપ્રિલ 2015 (16:53 IST)
બિગ બોસ સીઝન 5મા જોવા મળી ચુકેલી અભિનેત્રી અને મૉડલ પૂજા  મિશ્રાએ છેડછાડનો મામલો નોંધાવ્યો છે.  પૂજા મિશ્રા ઉદયપુરમાં એક કેલેંડર લોંચ કરવા માટે ગઈ હતી જ્યા રાત્રે હોટલમાં અજ્ઞાત લોકોએ તેની સાથે છેડછાડ કરી. 
 
ષડયંત્ર રચવાના આરોપમાં પૂજા મિશ્રાએ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેમની માં સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યુ, "મોડલે પૂનમ સિન્હા,ઈશા કોપ્પિકર, ઈશાના પતિ અને એક વધુ વ્યક્તિના વિરુદ્ધ ઉદયપુરમાં તેમની સાથે ષડયંત્ર રચવાના આરોપમાં FIR નોંધાવી છે." 
 
પૂજા મિશ્રાએ આરોપમાં જણાવ્યુ છેકે બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેમની મા પૂનમ સિન્હા અને બોલીવુડના કેટલાક લોકોએ તેમના વિરુદ્ધ આ ષડયંત્ર રચ્યુ છે જેથી તેમનુ વ્યક્તિગત જીવન અને કેરિયર ખરાબ થઈ જાય. 
 
આ ઘટના 11 એપ્રિલની જ્યા પૂજા મિશ્રા કેલેંડર લોંચ કરવા માટે ગઈ હતી. ઉદયપુરના આંબામાતા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. 
 
પૂજા મિશ્રાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યુ છે તેમના ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને આપ્યો હતો જ્યારપછી તેમને ઉંઘ આવી ગઈ હતી. જ્યારે સવારે તે સૂઈને ઉઠી તો તેને અહેસાસ થયો કે તેની સાથે કંઈક ખોટુ થયુ છે. ફરિયાદમાં આ પણ લખ્યુ છે કે હોટલમાંથી તેનો થોડોક સામાન પણ ચોરી થઈ ગયો છે. 
 
થાનાધિકારી જીતેન્દ્દ્ર આંચલિયાએ જણાવ્યુ છે. 'એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. અભિનેત્રીના નિવેદનમાં અનેક વિરોધાભાસ છે. તપાસ ચાલુ છે. આ વાતથી ઈંકાર નથી કરી શકાતો કે આ કોઈ પબ્લિસિટી સ્ટંટ હોટલના સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati