Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાહ ટાઈગર, તારો ડાંસ એક જાદુ છે - ઋત્વિક રોશન

વાહ ટાઈગર, તારો ડાંસ એક જાદુ છે - ઋત્વિક રોશન
, સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (14:37 IST)
મુંબઈ સુપરસ્ટાર આમિર ખાન ભલે ઋત્વિક રોશનની જેમ ડાંસ કરવા માંગતો હોય પણ ઋત્વિક પોતે નવોદિત અભિનેતા ટાઈગર શ્રોફના ડાંસ પર ફીદા છે. લોકો હાલ ઋત્વિકની નવી ફિલ્મ 'બેંગ બેંગ'નુ ગીત 'તુ મેરી મેરી' પર થિરકી રહ્યા છે. પણ ટાઈગર દ્વારા દિવંગત પોપ સ્ટાર માઈકલ જેક્સનને આપેલ શ્રદ્ધાંજલિએ ઋત્વિકનુ દિલ જીતી લીધુ.   
 
40 વર્ષીય ઋત્વિકે રવિવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યુ છે કે વાહ ટાઈગર તમારુ નૃત્ય એક તિલિસ્મની જેમ છે. મિત્રો તેના પર સરસરી નજર નાખો.  જેકી શ્રોફના પુત્ર ટાઈગરે ઋત્વિકનો આભાય માન્યો અને તેમને એક સાચો જાદુગર કહ્યો. ટાઈગરે ટ્વીટમાં લખ્યુ છે કે તમારો ખૂબ ખૂબ આભાર ઋત્વિક સર.  પણ અસલી જાદુગર તો તમે જ છો. આ મેજીક ટ્રિક માટે પ્રોત્સાહિત કરવા માટે આભાર. 

Share this Story:

Follow Webdunia gujarati