ઋત્વિક રોશનની ફેમિલી માટે શર્મશાર કરનારા છે સુનૈના રોશનના નવા આરોપ

ગુરુવાર, 20 જૂન 2019 (12:20 IST)
બોલીવુડ અભિનેત્રી ઋત્વિક રોશનની બહેન સુનૈના રોશને પોતાના નિવેદનો ને કારણે ચર્ચામાં છે. તે એક પછી એક ખુલાસા કરી રહી છે. હવે તેણે કંગના રનૌત-ઋત્વિક રોશન વિવાદમાં પણ પોતાનુ રિએક્શન આયુ છે. સુનૈના કંગનાના સપોર્ટમા આવી છે. 
 
સુનૈના રોશને કહ્યુ હુ જસ્ટિસ માટે કંગના રનૌત સાથે  છુ. હુ મહિલા પાવરને સપોર્ટ કરુ છુ.   કંગના એક મહિલા છે અને તેની પાસે મદદ માંગવાનો અધિકાર છે. તે ન્યાય ઈચ્છે છે અને તેથી હુ તેના સપોર્ટમાં છુ. 
જોકે ઋતિક અને કંગના વચ્ચે શુ થયુ છે સુનૈનાને તેની માહિતી નથી. પણ તેનુ માનવુ છે કે આગ વગર ધુમાડો શક્ય નથી.  સુનૈનાએ કહ્યુ મને નથી ખબર કે મારા ભાઈ અને કંગના વચ્ચે શુ થયુ છે. કંગના અને હુ પહેલા મિત્ર હતા પણ હવે અમે અમારો સંપર્ક ગુમાવી બેસ્યા છે. પણ ઋત્વિકે પુરાવા સૌની સામે મુકવા જોઈએ. 
 
સુનૈનાએ એ પણ દાવો કર્યો કે તેમનો પરિવાર તેને સપોર્ટ નથી કરી રહ્યો કારણ કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. સુનૈનાએ કહ્યુ - હુ કે મુસ્લિમ યુવકને પ્રેમ કરુ છુ તેથી મારા પિતાએ મને લાફો માર્યો અને મને જણાવ્યુ કે જે યુવકને (રુહેલ)ને હુ પ્રેમ કરુ છુ તે એક આતંકી હતો. જો આ વાત સાચી હોત તો શુ તે આમ ફ્રી બહાર ફરી શકતો. શુ તે મીડિયામાં કામ કરી શકતો ?
સુનૈનાએ કહ્યુ, "હુ આ અંગે વાત નથી કરવા માંગતી. પણ હુ ઈચ્છુ છુ કે તેઓ હવે રુહેલને સ્વીકાર કરે. આ લોકો મારા જીવનને નર્ક બનાવી રહ્યા છે અને હુ તે સહન નથી કરી શકતી. મારા ઘરના લોકો નથી ઈચ્છતા કે હુ રુહેલને મળુ.  ફક્ત તે મુસ્લિમ છે  તેથી તેઓ તેનો સ્વીકાર નથી કરી શકતા એ ખોટુ છે. 
 
ઉલ્લેખનીય છે એક થોડા દિવસ પહેલા જ સુનૈના રોશન વિશે એવી અફવા હતી કે તેને બાયપોલર નામની બીમારી છે. પણ પછી સુનૈના રોશને પોતાની બીમારી વિશે ફેલાયેલ અફવાને ખોટી બતાવી હતી. હાલ ઋત્વિક રોશન સુપર 30ને કારણે ચર્ચામાં છે જે ટૂંક સમયમાં જ રજુ થશે.  

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ જીરોની અસફળતા પછી કૉપ ડ્રામા ફિલ્મમાં કામ કરશે અનુષ્કા શર્મા, બનશે લેડી પોલીસ ઑફિસર