Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મમાં કામ કરવા બદલ સેક્ડ હેડ કાર મળી હતી - અક્ષય

30 વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મમાં કામ કરવા બદલ સેક્ડ હેડ કાર મળી હતી - અક્ષય
, શનિવાર, 28 મે 2016 (15:27 IST)
30 વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ ચુંદડીની લાજમાં મે શિલ્પા શેટ્ટી સાથે એક સોંગ કર્યુ હતુ. આ ફિલ્મમાં કામ કરવાના બદલામાં મને પ્રોડ્યૂસરે એક સેકંડ હેંડ કાર આપી હતી. એ સમયે મારે માટે ખૂબ મોટી વાત હતી. આ ફિલ્મ 1986માં બની અને 2001માં રજુ થઈ. એવુ કહેવુ છે બોલીવુડ એક્ટર અક્ષય કુમારનુ. તે શુક્રવારે પોતાની મૂવી હાઉસફુલ 3 પ્રમોશન માટે અન્ય સ્ટાર સાથે અમદાવાદ પહોંચ્યા હતા. સારી સ્ક્રિપ્ટ મળી તો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યૂસ કરીશ... 
 
અક્ષય-શિલ્પાએ જે ગીત પર પરફોર્મ કર્યુ. તેને અવિનાશ વ્યાસે લખ્યુ હતુ. તેના બોલ હતા રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. આ ગીતને સ્વર આપ્યો હતો વિનોદ રાઠોડે.  ફિલ્મના સંગીતકાર ગૌરાંગ વ્યાસ હતા. પ્રોડ્યૂસર કિરીટ મેહતા હતા. આ ફિલ્મમાં હિતેન કુમાર, અરુણા ઈરાની, ફિરોજ ઈરાની, ચંદ્રકાંત પડ્યા અને રાજેશ્રીએ એક્ટિંગ કરી હતી.  અક્ષય કુમારે જણાવ્યુ કે ગુજરાતી ફિલ્મ બે યાર મે જોઈ છે. મને સારી સ્ક્રિપ્ટ મળી તો હુ ચોક્કસ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યૂસ કરીશ. અક્ષયે કહ્યુ કે હુ આજે પણ બી ગ્રેડની ફિલ્મો કરુ છુ. કારણ કે મારી બ્રેડ-બટરનો ખર્ચો નીકળી જાય છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આટલા વર્ષ સુધી સતત ટક્યા રહેવુ મુશ્કેલ છે. 
 
અહીનાં રસ્તા જોઈને ઈર્ષા આવે છે - અક્ષય 
 
અમદાવાદના રસ્તાનો ઉલ્લેખ કરતા અક્કીએ કહ્યુ કે હુ જ્યારે દેશના અન્ય ભાગના રસ્તાને જોઉ છુ તો મને અમદાવાદના રસ્તા ખૂબ સારા લાગે છે. અનેકવાર ઈર્ષા પણ થાય છે. મુંબઈ તો ખૂબ ઉબડ ખાબડવાળા રસ્તાથી ભરેલુ છે. અહી કાર ચલાવવી ખૂબ મુશ્કેલ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ઉખાણા