મુંબઈ.મેડ ફિલ્મ બેનર હેઠળ હિન્દી પિચર ફિલ્મ સરદારનીનું નિર્માણ સુનીલ મનચંદા કરી રહ્યા છે. જે પંજાબની શૌર્ય ચક્ર વિજેતા અમરિક કૌરનીબાયોપિક છે. ફિલ્મની કથા લખી છે સુનીલ મનચંદા, રમણ કુમાર, મરિક ગિલ અને અભિષેક દુધૈયાએ. ફિલ્મનું દિગ્દર્શન પણ અભિષેક દુધૈયા ઉર્ફેમુકેશ કરી રહ્યા છે.
આ અગાઉ મેડ પિલ્મ્સ બેનર હેઠળ તેરે નામ, ચીની કમ, પા જેવી સુપરહિટ ફિલ્મ બનાવ્યા બાદ હવે સરદારની બનાવી રહ્યા છે.ફિલ્મના દિગ્દર્શક અભિષેક દુધૈયા મૂળ ગુજરાતના જામનગરના છે. મુંબઈ આવ્યા બાદ મુકુલ એસ આનંદના સહાયક તરીકે ત્રિમૂર્તિ, રમણ કુમારનીફિલ્મ રાજા બૈયા, વાહ વાહ રામજી, સરહદ કે પારમાં પણ સહાયક તરીકે કામ કર્યું. ઉપરાંત સ્ટાર ન્યૂઝ માટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને આજતક માટે સત્યાગ્રહ જેવી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. ઉપરાંત તારા, સંસાર, દીવાર, સુહાગ, એહસાસ, સિંદૂર તેરે નામ કા, ઇન્તેહાન, મિલી,ગ્નિપથ, બેટી કા ફર્ઝ, ઉમ્મીદ નઈ સુબહ કી, લાઇફ કા રીચાર્જ જેવી સિરિયલોના હજારો પિસોડનું દિગ્દર્શન કર્યું. એ સિવાય હિન્દી-ગુજરાતી નાટકપણ કર્યા. તેમની ગામી ફિલ્મ સરદારની વિશે અભિષેક દુધૈયા ઉર્પે મુકેશ કહે છે કે, અમરિક કૌર વિશે લોકોને જામકારી મળવી જોઇ. અમે છમહિના સુધી પંજાબમાં રહી રિસર્ચ કર્યું અને સંબંધિત દરેક જણ સાથે વાતચીત કરી. ફિલ્મ આવતા વરસે શરૂ થશે અને રિલીઝ પણ કરશું.
સરદારનીના ગીતોના રેકોર્ડિગ થઈ ચુક્યું છે. આ પિલ્મમાં એ. આર. રહેમાનના સહાયક સતીષ ચક્રવર્તી પહેલીવાર સ્વતંત્રસંગીતકાર તરીકે આવી રહ્યા ચે. ગીતો અભિલાષના છે જેમણે અગાઉ ઇતની શક્તિ દેના દાતા લખ્યું હતું. ફિલ્મનું શૂટિંગ પંજાબમાં થશે.