Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભંસાલીને શૂટિંગના સેટ પર આ કારણે માર્યો તમાચો, 'પદ્માવતી'ના આ સીન ઉશ્કેરાર્યુ કરણી સંગઠન

ભંસાલીને શૂટિંગના સેટ પર આ કારણે માર્યો તમાચો, 'પદ્માવતી'ના આ સીન ઉશ્કેરાર્યુ કરણી સંગઠન
જયપુર. , શનિવાર, 28 જાન્યુઆરી 2017 (12:35 IST)
જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભંસાલી સાથે તેમની આગામી ફિલ્મ પદ્માવતીની જયપુરમાં શૂટિંગ દરમિયાન મારઝૂડ થઈ છે. જયગઢ કિલ્લામાં શુક્રવારે રાની પદ્માવતીની ફિલ્મ શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કરીને ભંસાલીને થપ્પડ મારી દીધી અને તેની સાથે મારપીટ અને અભદ્રતા કરી. 
 
આ બંનેનો આરોપ છે કે ભંસાલીએ પોતાની ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસના તથ્યો સાથે છેડછાડ કરી છે. ભંસાલી પર થયેલ હુમલા પર ફિલ્મ ઈંડસ્ટ્રીએ વિરોધ નોંધાવ્યો છે. 
 
જયપુરના જયગઢ કિલ્લામાં શૂટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે ગંદી ગાળો સાથે નારા લગાવતા કેટલાક લોકો પહોંચી ગયા. શૂટિંગના સાજોસામાનને વેરવિખેર કરતા શાંતિથી ખુરશી પર બેસેલા સંજય લીલા ભંસાલી પાસે આ લોકો પહોંચી ગયા અને તેમના પર હુમલો કર્યો. 
 
હંગામો કરનારા સંગઠન કરણી સેનાનો દાવો છે કે સંજય લીલા ભંસાલીએ પોતાની ફિલ્મ પદ્માવતીમાં અલાઉદ્દીન ખિલજી અને રાની પદ્માવતી વચ્ચે એક ખૂબ જ આપત્તિજનક સીન નાખ્યો છે.  આ સીનમાં અલાઉદ્દીન ખિલજી એક સપનુ જુએ છે જેમા તે રાની પદ્માવતી સથે છે... કરણી સેનાનો દાવો છે કે વાસ્તવમાં ખિલજી અને પદ્માવતીએ ક્યારેય એકબીજાને સામ સામે જોયા પણ નથી અને ઈતિહાસના કોઈ પુસ્તકમાં પણ આ પ્રકારના કોઈ સપનાનો ઉલ્લેખ નથી. જો કે ઈતિહાસકાર ઈરફાન હબીબના મુજબ પદ્માવતીનુ પાત્ર જ કાલ્પનિક છે. 
 
કરણી સેના ખુદને રાજપૂતોના હિતનો રક્ષક બતાવે છે અને રાજસ્થાનમાં કામ કરે છે. કરણી સેનાનો દાવો છે કે રાની પદ્માવતી રાજપૂત હતી અને તેમની છબિ ફિલ્મ જગતમાં ખોટી રીતે બતાવી છે તેથી તેણે પ્રદર્શન કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે ભંસાલી 2015માં બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મ બનાવીને અનેક પુરસ્કાર લઈ ચુક્યા છે. ફિલ્મ પદ્માવતી પણ ઈતિહાસના પાના પલટાવીને કાઢવામા આવેલ સ્ટોરી છે જેને લઈને હંગામો થઈ રહ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - મારે એક વાત કરવી છે.