Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે આમિર ખાનને થપ્પડ મારતી સાઈટ બનાવી

હવે આમિર ખાનને થપ્પડ મારતી સાઈટ બનાવી
, સોમવાર, 30 નવેમ્બર 2015 (11:14 IST)
બોલીવુડ સ્ટાર આમિર ખાનના અસહિષ્ણુતાવાળા નિવેદન પછી લોકો ખૂબ નારાજ છે. દેશભરમાં આમિર વિરુદ્ધ  પ્રદર્શન થઈ રહુ છે. શિવસેનાની પંજાબ પાર્ટીએ જાહેરાત કરી છેકે આમિર ખાનને થપ્પડ મારનારને દરેક થપ્પડના બદલે એક લાખ રૂપિયા ઈનામમળશે. 
 
આમિરે નારાજ કેટલાક લોકોએ એક વેબસાઈટ Slapamir.com બનાવી દીધી છે. જ્યા લોકો આમિર ખાનની તસ્વીર પર થપ્પડ મારી શકે છે. આ વેબસાઈટને માયામી એડ શાળાના સ્ટુડેંટે બનાવી છે. સમાચાર લખતા વધતા સુધી વેબસાઈટ પર લાગેલી આમિરની ફોટોને લગભગ 53 લાખ થપ્પડ મારી ચુક્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે પંજાબ શિવ સેના અધ્યક્ષ રાજીવ ટંડને કહ્યુ હતુ કે જે પણ વ્યક્તિ આમિર ખાનને થપ્પડ મારશે તેને એક લાખ રૂપિયા મળશે. તેમણે કહ્યુ હતુ કે આમિર ભારતમાં રહીને ભારત વિરુદ્ધ જ બોલી રહ્યા છે. આ સમયે ફિલ્મના શૂટિંગ માટે આમિર ખાન પંજાબમાં જ છે. 
 
આ સાઈટ બનાવનારે નીચે લખ્યુ છે કે આ સાઈટની રાજનીતિક કોઈ લેવા-દેવા નથી. આ માત્ર મનોરંજનની દ્રષ્ટિએ બનાવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati