Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેમા માલિનીની કાર દ્વારા થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત, ડ્રાઈવરની ધરપકડ

હેમા માલિનીની કાર દ્વારા થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત, ડ્રાઈવરની ધરપકડ
, શુક્રવાર, 3 જુલાઈ 2015 (10:12 IST)
જયપુરમાં થયેલ માર્ગ અકસ્માત પછી રાજસ્થાન પોલીસે સાંસદ હેમા માલિનીના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. 
 
પુત્રી પહોંચી, પતિની રાહ જોવાય રહી છે 
 
રાજસ્થાન પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી દૌસા પોલીસ સ્ટેશન લાવી છે. ગુરૂવારે રાત્રે હેમા માલિની માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ. દુર્ઘટના પછી હેમાને જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમની હાલત હવે સ્થિર બતાવાય રહી છે. અહી તેમની પુત્રી ઈશા દેઓલ તેમને મળવા પહોંચી. તેમના પતિ અને બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર પણ અહી આવે એવો અંદાજ લગાવાય રહ્યો છે. 
 
એક બાળકીનું મોત 
 
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના દૌસા રોડમાં હેમા માલિનીની મર્સિડીઝ એક ઓલ્ટો કાર સાથે ટકરાઈ. મર્સિડીઝની જોરદાર ટક્કરથી ઓલ્ટોમાં સવારે બે વર્ષની એક બાળકીનુ મોત થઈ ગયુ અને ચાર લોકો ઘાયલ થઈ ગયા.  

જીલ્લા કલેક્ટર સ્વરૂપ પવારે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે હેમા માલિની એક મર્સિડિઝ કરથી ભરતપુરથી જયપુર તરફ જતા હતા. જ્યારે બીજી ઓલ્ટો કાર જયપુરથી લાલસોટ તરફ આવી રહી હતી. મિડવે નજીક બંનેકારો વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માત પછી હેમા માલિની અન્ય કાર વડે જયપુર તરફ રવાના થયા હતા. 
 
પવાર મુજબ ઓલ્ટો કારમાં પાંચ લોકો સવાર હતા જેમા એક બાળકીનુ મોત થયુ છે. ઘાયલોને દૌસાની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.  જેમા બેની સ્થિતિ ગંભીર હોવાનુ કહેવાય છે. પોલીસે કેસ નોંધીને બંને કારને જપ્ત કરી છે. 
 
આ અંગે દૌસાના પોલીસ અધિકારી દિલીપ સિંહે જણાવ્યુ કે મરનાર બાળકીનુ નામ સોનમ હોવાનુ જાણવા મળ્યુ છે. જેની વય ચાર વર્ષની હતી. જ્યારે સીમા હનુમાન, શિખા અને સોમિત ઈજાગ્રસ્ત થયા હતા. હેમા માલિની પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.  તેમણે જલ્દી ખુદને જયપુર લઈ જવા કહ્યુ હતુ. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ હેમા માલિનીના માથામાંથી પણ લોહી વેહતુ હતુ.  ફોર્ટિસ હોસ્પિટલમાં તબીબોએ જણાવ્યુ કે હેમાની ઈજા ગંભીર નથી. તે હાલમાં ઠીક ક છે. જ્યારે અકસ્માત થયો ત્યારે તેમની એરબેગ ખુલી જવાને કારણે તેમને ઈજા ઓછી થઈ છે.  તેમની સાથે કારમા અન્ય બે વ્યક્તિઓ પણ હતા. ઓલ્ટો કાર રોંગસાઈડથી આવી હોવાનું કહેવાય છે. આ ટક્કર બાદ બંને વાહનો ડિવાઈડર પર ચઢી ગયા હતા. અભિનેત્રીના માથા અને આંખ તેમજ નાક પર ઈજા તહી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati