Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી બર્થડે સની લિયોન

હેપી બર્થડે સની લિયોન
, ગુરુવાર, 14 મે 2015 (15:54 IST)
બોલીવુડ અભિનેત્રી સની લિયોન આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 13 મે 1981ના રોજ એક સિખ પરિવારમાં થયો હતો. સનીનુ અસલી નામ કરણજીત કૌર વોહરા છે. પછી તેણે પોતાનુ નામ બદલીને સની લિયોન મુકી દીધુ હતુ. ભારતમાં તે ટીવી રિયેલિટી શો બિગ બોસ 5 દ્વારા ચર્ચિત બની હતી. 
webdunia
બિગ બોસ 5 શો દરમિયાન તેની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઈ હતી. ત્યારબાદ તેણે જીસ્મ 2માં સનીને કામ કરવાની તક આપી હતી. સનીને બાળપણથી જ હોકી રમવાનો શોક હતો અને તે આઈસ સ્કેટિંગ પણ કરતી હતી. 
 
સનીએ એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ 2માં પણ મુખ્ય કલાકારના રૂપમાં કામ કર્યુ હતુ. દર્શકોએ તેમની આ ફિલ્મને પસંદ કરે અને ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ ધમાકેદાર કમાણી કરી. આ ફિલ્મની સફળતા પછી સની લિયોનને બીજી અનેક ફિલ્મોની ઓફર્સ મળવા લાગી. સનીએ બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે હિન્દી ભાષા પણ શીખી. 
 
સનીએ બે દિવસ પહેલા જ પોતાના પતિ ડેનિયલ બીબર સાથે પોતાનો બર્થડે ઉજવ્યો. સની લિયોન તાજેતરમાં જ ફિલ્મ એક પહેલી લીલામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જય ભાનુશાલીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગને દર્શકોએ પસંદ કરી અને વખાણ પણ કર્યા. આ ફિલ્મ માટે સનીએ ડાંસ પણ સીખ્યો. 
 
તાજેતરમાં જ તેમની ફિલ્મ કુછ કુછ લોચા હૈ રજુ થઈ છે. ફિલ્મમાં તેમની સાથે રામ કપૂર પણ છે. આ ફિલ્મ ઉપરાંત સની ટૂંક સમયમાંજ ફિલ્મ મસ્તીજાદેમાં જોવા મળશે.  સની સતત મહેનત કરી રહી છે અને દર્શકો પણ તેની ફિલ્મને પસંદ કરવા લાગ્યા છે. સની લિયોનને જન્મદિવસની શુભેચ્છા.. 

Share this Story:

Follow Webdunia gujarati