Publish Date: Wed, 12 Nov 2025 (11:46 IST)
Updated Date: Wed, 12 Nov 2025 (11:48 IST)
અભિનેતા ગોવિંદાની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ગોવિંદા મંગળવારે રાત્રે 8.30 મિનિટે અચાનક બેહોશ થઈ ગયા. જ્યારબાદ ડોક્ટર સાથે કંસલ્ટેશન પછી તેમને કેટલીક દવાઓ આપવામાં આવી છે અને બતાવાય રહ્યુ છે કે દવાઓ લીધા બાદ ગોવિંદાની હાલતમાં સુધારો થયો. પણ રાત્રે લગભગ 12.30 વાગે તેઓ ફરીથી અસહજ અનુભવવા લાગ્યા. જ્યારબાદ રાત્રે લગભગ 1 વાગે મુંબઈની ક્રિટિકેયર હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. જ્યા ગોવિંદાના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યા. એવુ બતાવાય રહ્યુ છે કે તેઓ હાલ ઠીક છે.
ગોવિંદા ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
ગોવિંદા હાલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે, અને સ્વાસ્થ્ય અપડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તાજેતરમાં ગોવિંદાએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, અને તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. મુલાકાત દરમિયાન ગોવિંદા ખૂબ જ ભાવુક દેખાયા હતા. ધર્મેન્દ્રની બગડતી તબિયત વચ્ચે, તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે તેમના ચાહકોને ખૂબ ચિંતામાં મૂકી દીધા છે, જેઓ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
એક વર્ષ પહેલા ગોવિંદાને લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલથી ગોળી મારી દેવામાં આવી હતી.
એક વર્ષ પહેલા ગોવિંદાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને તેમની પોતાની લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલથી ગોળી વાગી હતી. ગોવિંદા તેમના મુંબઈના ઘરમાં રિવોલ્વર રાખી રહ્યા હતા ત્યારે તે તેમના હાથમાંથી સરકી ગઈ અને ગોળી તેમના ડાબા ઘૂંટણમાં વાગી ગઈ. અકસ્માત બાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સર્જરી પછી તેમના ઘૂંટણમાંથી ગોળી કાઢી નાખવામાં આવી. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં તેમની પૂછપરછ પણ કરી. ઘટનાની જાણ થતાં, ઘણી હસ્તીઓ હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવા આવી હતી.