Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

B'day Spl: જ્યારે કુંવારી ગીતા મા એ સેંથામાં સિંદૂર ભરીને દરેકને ચોંકાવી દીધા હતા, આ ડાયરેક્ટર સાથે જોડાય ચુક્યુ છે નામ

B'day Spl:  જ્યારે કુંવારી ગીતા મા એ સેંથામાં સિંદૂર ભરીને દરેકને ચોંકાવી દીધા હતા, આ ડાયરેક્ટર સાથે જોડાય ચુક્યુ છે નામ
મુંબઈ. , સોમવાર, 5 જુલાઈ 2021 (09:03 IST)
બોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર  (Geeta Kapur) નો આજે જન્મ દિવસ છે. ગીતા કપૂર આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તે હાલ સુપર ડાંસર ચૈપ્ટર 4 (Super Dancer Chapter 4)માં જજ તરીકે જોવા મલી રહી છે. ગીતા કપૂર  (Happy Birthday Geeta Kapur) ને લોકો ગીતા મા ના નામથી જાણે છે. ઈંડસ્ટ્રીમાં મોટાભાગના લોકો તેમને આ જ કહીને બોલાએ છે અને તેમના શો ના કંટેસ્ટેંટ પણ તેમને મા કહીને બોલાવે છે. જોકે આજ સુધી ગીતા કપૂરે લગ્ન કર્યા નથી, પણ ઘણીવાર તે સેંથામા સિંદૂર ભરેલી જોવા મળી છે, જેનાથી દરેક કોઈને નવાઈ લાગી હતી. 
 
ગીતા કપૂરને આ રૂપમાં જોઈને લોકોને નવાઈ એ માટે લાગી  કારણ કે તેણે હજી લગ્ન કર્યા નથી. તાજેતરમાં ગીતા કપૂર ફરી એકવાર માંગમાં સિંદૂર ભરેલી જોવા મળી હતી. લાલ ડ્રેસ અને સેંથામાં લાલ સિંદૂરવાળી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેને તેણે પોતે શેર કરી હતી. આ તસવીરો વાયરલ થતાંની સાથે જ તે ચર્ચામાં આવી ગઈ હતી. તેના લગ્નના સમાચાર આવવા લાગ્યા અને લોકોએ ગૂગલ સર્ચ એંજિન પર તેમના પતિનુ નામ શોધવુ શરૂ કરી દીધુ. 
 
જો કે ગીતાએ જ થોડા દિવસ પછી, પોતાના સિંદૂર લગાવવાનું કારણ જાહેર કરતાં કહ્યું હતું કે તેણે આ અવતાર માત્ર શૂટિંગ માટે જ લીધો હતો. આવુ પહેલીવાર નથી જ્યારે તેણે આવું કરીને પોતાના ફેંસને ચોંકાવી દીધા હોય, આ પહેલા પણ તે સિંદૂર પહેરેલી જોવા મળી છે. કોરિયોગ્રાફરને લઈને ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે એક સમયે એક વ્યક્તિને પ્રેમ કરતી હતી, પરંતુ તેનો પ્રેમ પૂરો થઈ શક્યો નહીં.  ગીતા કપૂરે પોતેજ ઘણી વખત આ વ્યક્તિ સાથે તેની તસવીરો શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર ફેંસએ બંનેને એક સુપર જોડી બતાવતા પસંદ પણ કરી હતી. 
 
આ વ્યક્તિનું નામ રાજીવ ખિંચી છે. રાજીવ ખિંચી સાથે ગીતા કપૂરની ઘણી તસવીરો સામે આવી છે. રાજીવ વ્યવસાયે એક મોડેલ છે અને લાંબા સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે. ગીતા કપૂર અને રાજીવ ખિચિના રિલેશનશિપના સમાચારોએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી દીધી હતી. જો કે, ગીતા કપૂરે રાજીવ ખિચિ સાથેના સંબંધ હોવાના અહેવાલોને રદ્દ કર્યા હતા. 

વર્ક ફ્રંટની વાત કરીએ તો ગીતા કપૂરે 15 વર્ષની વયમાં જ પોતાના ડાંસિંગ કેરિયરની શરૂઆત કરી દીધી હતી, તેને 'તુજે યાદ ના મેરી આઈ, 'ગોરી ગોરી જએવા ધમાકેદાર સોંગ્સમા એક બૈકગ્રાઉંડ ડાંસરના રૂપમાં પણ કામ કર્યુ છે. ત્યારબાદ તેમણે ફરાહ ખાનને આસિસ્ટ કરવુ શરૂ કર્યુ. ફરાહ ખનાને ગીતા કપૂરે મોહબ્બતે, કલ હો ના હો, કભી ખુશી કભી ગમ, મે હુ ના અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં અસિસ્ટ કર્યુ.  ત્યારબાદ ફિજા, સાથિયા, હે બેબી અને તીસ માર ખાં ના ફેમસ ગીત શીલા કી જવાની જેવા ગીતોને કોરિયોગ્રાફ કર્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીળી બિકની પહેરી કિયારા આડવાની મચાવ્યુ કહેર ફેંસની સાથે જ સિતારાએ પણ કરી વખાણ