બોલીવુડ અભિનેતા ઈમરાન હાશમી પર કાશ્મીરમાં હુમલો થયો છે. ઈમરાન પર સ્થાનીક બજારમાં અજ્ઞાત લોકોએ પત્થર ફેક્યા છે. જો કે તેમા તેમને કોઈ ઈજા થઈ નથી. બોલીવુડ અભિનેતાએ અનેકવાર શૂટિગ દરમિયાન ખૂબ પરેશાનીઓ, હંગામો અને હિંસાનો સામનો કરવો પડે છે. આવુ જ કંઈક અભિનેતા ઈમરાન હાશમી સાથે સોમવારે કાશ્મીરમાં થયુ છે. ઈમરાન હાશમી પોતાની ફિલ્મ ગ્રાઉંડ જીરો ની શૂટિંગ માટે હાલ કાશ્મીરમાં છે. તે કાશ્મીરના પહેલગામમાં શૂટિંગ કરી રહ્યા હતા શૂટ પછી તે બજારમાં ફરવા નીકળ્યા હતા. જ્યા કેટલાક તોફાની તત્વોએ તેમના પર પત્થરબાજી શરૂ કરી દીધી. જો કે આ પત્થરબાજીમાં ઈમરાન ને વાગ્યુ નથી. તે બિલકુલ ઠીક છે. પણ ઘટના પછી અભિનેતાની સુરક્ષા વધારી દીધી છે.
બજારમાં ફરવા નીકળ્યા હતા ઈમરાન
રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન હાલમાં કાશ્મીરમાં તેની આગામી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ બાદ તે પોતાની ફિલ્મના યુનિટના કેટલાક લોકો સાથે માર્કેટમાં ફરવા ગયો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ તેના પર પથ્થરમારો શરૂ કર્યો. આ મામલામાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પહેલગામ પહેલા આ જ ફિલ્મનું શ્રીનગરમાં 14 દિવસ સુધી શૂટિંગ થયું હતું. ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો' એક BSF જવાનની વાર્તા છે જેની ડ્યૂટી પાકિસ્તાનની સરહદ પર છે. આ ફિલ્મ સિવાય ઈમરાન હાશ્મી જલ્દી જ સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં વિલનની ભૂમિકામાં જોવા મળશે
- દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી અને તેમના પર 800 કરોડ નું કૌભાંડ કરવાનો છે આરોપ