Publish Date: Fri, 07 Oct 2016 (14:41 IST)
Updated Date: Fri, 07 Oct 2016 (16:35 IST)
આ દિવાળી પર 'એ દિલ હૈ મુશ્કિલ' અને શિવાયના પ્રદર્શિત થવાની ઘોષણા થઈ છે. બન્ને ફિલ્મોનો પ્રચાર જોરદાર રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ઉડી આતંકી હુમલાના કારણે પાકિસ્તાની કલાકાર કેટલાક લોકોના નિશાને આવી ગયા છે અને એમની એ ફિલ્મોને રજુ ન થવા દેવાની ધમકી પણ આપી છે જેમાં પાકિસ્તાની કલાકાર છે.
કરણ જોહરની એ 'એ દિલ હૈ મુશ્કિલ'માં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પણ છે. આમ તો તેનો રોલ વધુ મોટો નથી કારણકે મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યા છે. ફિલ્મનો વિરોધ વધતો જઈ રહ્યો છે એને જોતા 'એ દિલ હૈ મુશ્કિલ' ના પ્રદર્શિત થવા પર શંકાના વાદળ છવાઈ ગયા છે.