Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેમા માલિનીએ ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 66મો જન્મદિવસ

હેમા માલિનીએ ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 66મો જન્મદિવસ
, ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (15:00 IST)
બોલીવુડની ડ્રીમ ગર્લ અને ભાજપા સાંસદ હેમા માલિનીએ આજે પોતાનો 66મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો.  
 
હેમાએ ટ્વીટ કરી જણાવ્યુ કે હુ મારો જન્મદિવસ મારા પરિવાર સાથે મુંબઈ સ્થિત મારા ઘરમાં ઉજવીશ અને ત્યારબાદ કેટલાક દિવસો માટે મથુરા જઈશ. જ્યા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવશે.  
 
હેમાએ ટ્વીટ કરી જણાવ્યુ 'હુ મારો જન્મદિવસ મારા પરિવાર સાથે મુંબઈ સ્થિત ઘરમાં ઉજવીશ અને ત્યારબાદ કેટલાક દિવસો માટે મથુરા જઈશ. જ્યા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની તૈયારીઓની દેખરેખ કરીશ.  તમને સૌને શુભેચ્છા પાઠવવા બદલ આભાર. હેમા માલિનીએ 1968માં ફિલ્મ સપનો કા સૌદાગર સાથે અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સીતા ઔર ગીતા શોલે સન્યાસી ધર્માત્મા પ્રતિજ્ઞા અને બાગબા સહિત 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. હેમાનો જન્મ 16 ઓક્ટોબર 1948માં તમિલનાડુના તંજાવુર જીલ્લાના અમ્માકુડી ગામમાં થયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati