Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધર્મેન્દ્રના આરોગ્ય પર અપડેટ - હેમા માલિનીનો ફુટ્યો ગુસ્સો, ફેક ન્યુઝ આપનારાઓને માફ નહી કરવામાં આવે

Dharmendra death hoax
મુંબઈ , મંગળવાર, 11 નવેમ્બર 2025 (12:42 IST)
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રના આરોગ્યને લઈને ફેલાયેલી અફવાઓએ સમગ્ર મનોરંજન જગતને હલાવી નાખ્યુ છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા શ્વાસ ફુલવાની અને નિમોનિયાની ફરિયાદ પર મુંબઈની પ્રતિષ્ઠિત બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ થયેલા ધર્મેન્દ્રની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.  ડોક્ટરોની વિશેષજ્ઞ ટીમ તેમની દેખરેખમાં લાગી છે અને તાજા અપડેટ્સ મુજબ તેમની હાલત સ્થિર છે અને સુધારના સંકેત દેખાય રહ્યા છે.  
 
હોસ્પિટલમાં દાખલ - વયની અસર પણ જોશ કાયમ 
 89 વર્ષીય દિગ્ગજ અભિનેતાને તેમની વય અને સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખતા શરૂઆતથી જ આઈસીયુમાં મુકવામાં આવ્યા છે. સાપ્તાહિક તપાસ દરમિયાન ડોક્ટરોએ ચોખવટ કરી કે દવાઓની સકારાત્મક અસર થઈ રહી છે અને તેઓ ધીરે ધીરે રિકવરી કરી રહ્યા છે. પરિવારના નિકટના સૂત્રો મુજબ ધર્મેન્દ્રનો જોશ હંમેશાની જેમ મજબૂત છે અને તેઓ જલ્દી જ ઘરે પરત ફરવાની આશા કરી રહ્યા છે.  
 
ખોટી મોતની અફવાઓ - પરિવારમાં આક્રોશ - મંગળવારે સોશિયલ મીડિયા અને કેટલીક ન્યુઝ ચેનલો પર ધર્મેન્દ્રના નિધનની અફવાઓ ઉડવા લાગી. જેને પરિવારને ઊંડો આધાત પહોચાડ્યો.  જેના પર સૌથી પહેલી પ્રતિક્રિયા આપતા તેમની પુત્રી ઈશા દેઓલે ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે. તેણે લખ્યુ, "મીડિયા ઉતાવળમાં છે અને ખોટા ન્યુઝ ચલાવી રહી છે.  મારા પિતાની હાલત સ્થિર છે અને તેઓ રિકવરી કરી રહ્યા છે.  પપ્પાના સારા સ્વાસ્થ્ય માટે તમારી પ્રાર્થનાઓ માટે આભાર".  
 
ઈશાની આ પોસ્ટ પછી હેમા માલિનીએ એક્સ પર કડક શબ્દોમાં ટ્વિટ કર્યુ. હેમા માલિન જે ખુદ મથુરાથી સાંસદ છે તેમણે લખ્યુ જે થઈ રહ્યુ છે તેને માફ નથી કરી શકાતુ. જીમ્મેદાર ચેનલ એવી વ્યક્તિ વિશે ખોટા ન્યુઝ કેવી રીતે ફેલાવી શકે છે જેની પર સારવારની અસર જોવા મળી રહી છે અને તે ઠીક થઈ રહ્યા છે ?  તેમનુ આ નિવેદન વાયરલ થઈ ગયુ અને સોશિયલ મીડિયા પર #PrayForDharmendra ટ્રેંડ થવા લાગ્યુ. 
 
પરિવારનો સાથ - સની દેઓલની ટીમનુ નિવેદન 
પરિવારના અન્ય સભ્ય પણ હોસ્પિટલ પહોચ્યા. પુત્ર સની દેઓલની ટીમે સત્તાવાર નિવેદન રજુ કરી કહ્યુ  - "શ્રી ધર્મેન્દ્ર સ્થિર છે અને રિકવર કરી રહ્યા છે. બીજી બાજુ નાના પુત્ર બોબી દેઓલ અને ઈશા દેઓલને હોસ્પિટલની બહાર સ્પૉટ કરવામા આવ્યા.  હેમા માલિની પણ તાજેતરમા જ હોસ્પિટલમાથી નીકળતી જોવા  મળી જે પરિવારની એકજૂટતા દર્શાવે છે. બોલીવુડ હસ્તિયો જેવા કે અમિતાભ અને શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.  
 
ધર્મેન્દ્ર  જેમણે "શોલે" અને "ચંબલ કી કસમ" જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા, તેઓ આજે પણ લાખો ફેંસના પ્રિય છે. આ અફવાઓ વચ્ચે, પરિવારે ફેક ન્યુઝ ન ફેલાવવા  અને સકારાત્મક ઉર્જા ફેલાવવા અપીલ કરી છે. ડોક્ટરોનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધર્મેન્દ્ર એક એવી બીમારીથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેઓ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કહ્યું કે આ સ્થિતિ સામાન્ય રીતે 80 વર્ષની ઉંમર પછી થાય છે.