Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bollywood Breaking - દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ

deepika
, બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (10:17 IST)
અભિનેત્રી દીપિકા પાદુકોણને બેચેનીની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે, અભિનેત્રીની ટીમે હજી સુધી તેના સ્વાસ્થ્ય વિશે કોઈ સત્તાવાર નિવેદન શેર કર્યું નથી. મળતી માહિતી મુજબ, ડોક્ટરોની સારવાર બાદ હવે પાદુકોણની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પિંકવિલાના સમાચાર અનુસાર, મુશ્કેલી અનુભવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જૂનમાં, પ્રભાસ સાથે હૈદરાબાદમાં પ્રોજેક્ટનું શૂટિંગ કરતી વખતે પાદુકોણે હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ કરી હતી. તે દરમિયાન તેમને તેમની તબિયત તપાસ માટે કામિનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ આગામી સમયમાં શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ વર્ષની શરૂઆતમાં દીપિકાએ તેનું ફર્સ્ટ લૂક મોશન પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mata Vaishno Devi: નવરાત્રીમાં કરવા છે માતા વૈષ્ણો દેવીના દર્શન, તો અહીં જુઓ પહોંચવાની સૌથી સસ્તી અને યોગ્ય રીત