Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'Pregnancy Bible' પુસ્તક લખીને મુસીબતમાં પડી કરીના કપૂર ખાન, ઈસાઈ સંગઠને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો

'Pregnancy Bible' પુસ્તક લખીને મુસીબતમાં પડી કરીના કપૂર ખાન, ઈસાઈ સંગઠને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (16:10 IST)
હવે એક ખ્રિસ્તી સંગઠને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂર ખાનના પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી છે. ક્રિશ્ચન સંગઠને કરીના કપૂરના પુસ્તકનાં શીર્ષક પર વાંધો ઉઠાવ્યો છે. અભિનેત્રીએ ગયા શુક્રવારે  (9 જુલાઈ, 2020) ને પોતાના પુસ્તક લૉન્ચ કર્યુ હતુ.  આ પુસ્તકનુ ટાઈટલ  'Pregnancy Bible'છે. પુસ્તકના નામને લઈને હવે મહારાષ્ટ્રના બીડમાં એક ઈસાઈ સંગઠને પોલીસ મથકમા કરીના કપૂર અને અન્ય 2 લોકોના વિરુદ્ધ ફરિયાદ  નોધાવી છે. સંગઠનનો આરોપ છે કે અભિનેત્રીના પુસ્તકનાં ટાઈટલથી તેમની અને તેમના સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલ્પા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ પુસ્તકના નામ સામે વાંધો ઉઠાવતા પોતાની ફરિયાદ નોંધાવી છે 
 
ફરિયાદી તરફથી કહેવામાં આવ્યું છે કે આ પુસ્તકનાં ટાઈટલમાં ખ્રિસ્તીઓનાં પવિત્ર શબ્દ 'બાઇબલ' નો ઉપયોગ થયો છે. શિંદેએ આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 295-A હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવાજી નગર પોલીસ મથકે સંગઠન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પરંતુ આ મામલામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઈંચાર્જ, સાયનાથ થોમ્બરેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'અમને આ મામલે ફરિયાદ મળી છે પરંતુ હજી સુધી કેસ નોંધ્યો નથી કારણ કે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના નથી બની. મેં તેમને મુંબઈમાં આ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 
 
આપને જણાવી દઈએ કે કરીના કપૂરની પુસ્તક 'પ્રેગ્નન્સી બાઇબલ' શરૂ થયા પછીથી વિવાદોમાં છે. ઓલ ઈંડિયા માઈનોરિટી બોર્ડ પણ આ પુસ્તકના ટાઈતલને લઈને વાંધો વ્યક્ત કરી ચુક્યુ  છે. બોર્ડના અધ્યક્ષ ડાયમંડ યુસુફે કાનપુરમાં એક બેઠક દરમિયાન પુસ્તકના શીર્ષક અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પુસ્તકના ઓથર વિરુદ્ધ જલ્દી જ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ પુસ્તક લોંચ કરતી વખતે કરીના કપૂરે આ પુસ્તકને પોતાનું ત્રીજું સંતાન હોવાનું કહ્યુ હતું. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, 40 વર્ષીય અભિનેત્રીએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે.  પુસ્તકને લૉન્ચના અવસરે તેમણે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરીને પુસ્તકને પ્રમોટ કર્યુ હતુ. અભિનેત્રી મુજબ  આ પુસ્તક તેમણે જ્યારે તે પ્રેગનેંટ હતી ત્યારે તેને શારિરીક અને માનસિક રીતે કેવો અનુભવ થયો તેના વિશે લખ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jackky Bhagnani પર ગંભીર આરોપ લગાવતી મૉડલને મળી મારવાની ધમકી- કહ્યુ કઈક થયુ તો...