બોની કપૂરના નોકરને થયો કોરોના, નિર્માતાએ જાહ્નવી-ખુશીના સ્વાસ્થ્યને લઈને આપ્યુ સ્ટેટમેંટ
, બુધવાર, 20 મે 2020 (09:02 IST)
લગભગ બે મહિનાથી, દેશ કોરોના વાયરસથી પીડાય રહ્યો છે . દિવસેને દિવસે આનો કહેર વધતો જઈ રહ્યો છે. . પછી ભલે તે સામાન્ય લોકો હોય, હોલીવૂડ હોય કે બોલીવુડ, આનાથી કોઈ બચી શક્યુ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા કેસ બન્યા છે. હવે નવો મામલો બોલિવૂડના જાણીતા નિર્માતા બોની કપૂરના ઘરે આવ્યો છે. બોની કપૂરના ઘરે કામ કરતો એક નોકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચારો મુજબ બોની કપૂરના લોખંડવાલા કોમ્પલેક્સના મકાનમાં કામ કરતો નોકરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સેવકનું નામ ચરણ સાહુ છે અને તે 23 વર્ષનો છે. સમાચારો મુજબ, ગયા શનિવારથી સાહુની તબિયત સારી ન હતી, ત્યારબાદ બોની કપૂરે તેને ચેકઅપ માટે મોકલ્યો હતો. જ્યારે સાહુના ટેસ્ટની રિપોર્ટ આવી તો તે તે કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. સાહુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સોસાયટીના અધિકારીઓ અને બીએમસીના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે પછી બીએમસી અને રાજ્ય સરકાર બોની કપૂરના ઘરે પહોંચી અને સાહુને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ ગઈ.
બોની કપૂરે કહ્યું, "હા અમારો નોકર કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. અમે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. મારામાં કે જાહ્નવી અને ખુશીમાં કે અન્ય કોઈ ઘરના નોકરમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બીએમસી અને રાજ્ય સરકાર ઘણી મદદ કરી રહી છે. તે લોકો જે કહે છે તે કરીશું. બોનીએ કહ્યું, "દેશને જ્યારથી લોકડાઉન લાગ્યુ છે ત્યારથી તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા નથી."
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે આપેલી 1000 બસોની યાદીમાં કેટલીક બસો અયોગ્ય હોવાનો અથવા તો તે બસને બદલે અન્ય વાહન હોવાનો આરોપ થઈ રહ્યો છે.
આગળનો લેખ