Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નકલનાં કારણે અસલ વેચાતું નથી - મનહર ઉધાસ

નકલનાં કારણે અસલ વેચાતું નથી - મનહર ઉધાસ
, શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:19 IST)
રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ગઝલ ગાયક મનહર ઉધાસે કહ્યું કે હવે ડીજીટલ અને પાયરેલી જેવા કારણોસર ફિલ્મી અને નોન ફીલ્મી મ્યુઝીક વેચાતું નથી. દુનિયાભરમાં આવી જ હાલત છે.

પાયરેસીને રોકવા ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે પરંતુ તેને રોકવી અશક્ય જેવું લાગે છે. ગુજરાતી ગઝલોને હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકો પસંદ કરી રહ્યા છે. ગુજરાતી ગઝલો બાળકોથી લઈ યુવાનો પણ સાંભળે છે જે સારી વાત છે. મદનમોહન ગઝલ કમ્પોઝીશનમાં નંબર વન હતા. આજે પણ તેમની ગઝલો એટલી જ સંભળાય છે. આજનું સંગીત સારૃ નથી તેમ ન કહી શકાય. આજના યુવા વર્ગને આજનું સંગીત સાંભળવું ગમે જ છે.

પત્રકાર પરિષદમાં વકીલાત ક્ષેત્રે જેમણે ૫૦ વર્ષ પૂરા કર્યા છે અને જેમનું બાર એસોસિએશન સન્માન કરવાનું છે તે સિનિયર એડવોકેટ નિરંજનભાઈ દફતરીએ રાજકોટ બાર એસોસિએશનનો આભાર માન્યો હતો. રાજકોટ બારના પ્રમુખ અનિલભાઈ દેસાઈએ ૭૨ વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તે રીતે કેસો ચલાવવા બદલ તેમની સરાહના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati