,
સામાજિક સંસ્થા 'યાત્રા એક રાહ' દ્વારા નવા વરસના અવસરે આર્થિક પછાત અને જરૂરિયાતમંદ બાળકો માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન રવિવાર 6 જાન્યુઆરી 2019ના ગણેશ હૉલ, રેલવે પોલીસ મુખ્યાલય, ઘાટકોપર, મુંબઈ ખાતે સંસ્થાનાં સ્થાપક અને અધ્યક્ષ સુચરિતા કણિકરત્નમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ અતિથિ હતા આગામી ફિલ્મ 'વી ફોર વિક્ટર'ના હીરો સુદીપ પાંડે. આ અવસરે સુદીપ પાંડેને સંસ્થા દ્વારા સન્માનિત કરાયા. સમારંભ દરમ્યાન ફિલ્મનું ટ્રેલર દર્શાવવામાં આવ્યું જે દરેકને ઘણું પસંદ પડ્યું.
ભોજપુરીના સુપરહિટ એક્શન હીરો સુદીપ પાંડેની બૉક્સિંગ પર આધારિત હિન્દી ફીચર ફિલ્મ વી ફોર વિક્ટર ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી હોવાથી સંસ્થાના સભ્યોએ શુભકામના આપી હતી. આ અવસરે સુદીપ પાંડેએ કહ્યું કે, આજના બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને યોગ્ય માર્ગ દર્શાવવા માટે સુચરિતાજીને ધન્યવાદ આપું છું. જો આજના બાળકો પ્રગતિ કરશે તો જ દેશનું ભવિષ્ય ઉજ્વળ હશે અને દેશ પ્રગતિ કરી શકશે.
સામાજિક સંસ્થા ‘યાત્રા એક રાહ’ દ્વારા વિભિન્ન ક્ષેત્રોના એવા તમામ બાળકોને મેમ્બરશિપ આપવા પ્રેરિત કરાય છે જે આર્થિક રીતે પછાત હોય, રોડ પર રહેતા જરૂરિયાતમંદ બાળકો છે. તેમને સંસ્થા દ્વારાતેમના કૌશલ્ય, જ્ઞાનમાં નૃદ્ધિ કરવા માટે બુનિયાદી સહાય પૂરી પાડવામાં આવે છે. ફ્રી એજ્યુકેશન, માર્ગદર્શન અને કાર્યશાળા દ્વારા તેમને પ્રગતિની રાહ પર લઈ જવાનું કામ કરે છે. આ અવસર પર અભિનેતા સુદીપ પાંડે, સુચરિતા કણિકરત્નમ ઉપરાંત નેહરૂ યુવા કેન્દ્રના નેશનલ કો-ઓર્ડિનેટર યશવંત મનખેડકર, કુમાર વિદ્યાનંદ,સમાજસેવક રેખા ગૌડ, કિરણ વર્મા, પંડરી શેટ્ટી, સંજય પાંડે, રાજારામ પાંડે, ઘનશ્યામ તિવારી સહિત અન્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.