Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજરંગી ભાઈજાનનો નવો રેકોર્ડ - 4 દિવસમાં 200 કરોડની કમાણી કરી

બજરંગી ભાઈજાનનો નવો રેકોર્ડ - 4 દિવસમાં 200 કરોડની કમાણી કરી
મુંબઈ. , બુધવાર, 22 જુલાઈ 2015 (12:52 IST)
સુપરસ્ટાર સલમાન ખાનની તાજેતરમાં રજુ ફિલ્મ બજરંગી ભાઈજાન માત્ર ચાર દિવસમાં 200 કરોડના નિકટ પહોંચી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ સોમવાર સુધી ફિલ્મએ ઓવરસીઝમાં 9.5 મિલિયન મતલબ 60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી બાજુ ઘરેલુ બોક્સ ઓફિસ પર તેની કમાણીનો આંકડો 129.65 કરોડ પહોંચી ગયો છે. ફિલ્મની કુલ કમાણી લગભગ 190 કરોડ રૂપિયા થાય છે. 
 
ઉલ્લેખનીય છે કે કબીર ખાનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ ગયા શુક્રવારે રજુ થઈ હતી. ફિલ્મએ પહેલા દિવસે 27.25 કરોડ રૂપિયા (ઘરેલુ બોક્સ ઓફિસ પર)ની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણી 36.6 કરોડ રહી તો રવિવારે તેણે 38.75 કરોડ રૂપિયાની કમાણી કરી.  સોમવારે ફિલ્મની કમાણી 27.05 કરોડ રૂપિયા રહી.  

Share this Story:

Follow Webdunia gujarati