Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ફિલ્મકારોની રાષ્ટ્રીય પુરસ્કાર પરત કરવાની જાહેરાત, અનુપમ ખેરે ઈચ્છા પર સવાલ ઉઠાવ્યો

12 ફિલ્મકારોની રાષ્ટ્રીય પુરસ્કાર પરત કરવાની જાહેરાત, અનુપમ ખેરે ઈચ્છા પર સવાલ ઉઠાવ્યો
, ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (12:53 IST)
પુરસ્કાર પરત કરનારા ફિલ્મકારો પર અભિનેતા અનુપમ ખેરે નિશાન સાધ્યુ છે. તેમણે પુરસ્કાર પરત કરનારાઓની ઈચ્છા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને પોતાના ટ્વીટમાં લખ્યુ છે જે લોકો નહોતા ઈચ્છતા કે મોદી પીએમ મને તેઓ #AwardWapsi ગેંગનો ભાગ બની ગયા. જય હો.. 
 
આગળ અનુપમે કહ્યુ કે આ લોકો કોઈ એજંડા હેઠળ આવુ કરી રહ્યા છે. અનુપમે એવોર્ડ પરત કરનારાઓને દર્શકોનુ અપમાન પણ બતાવ્યુ. 
 
12 ફિલ્મકારોએ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી 
 
જાણીતા ફિલ્મકાર દિબાકર બેનર્જી, આનંદ પટવર્ધન અને 11 અન્ય લોકોએ બુઘવારે એફટીઆઈઆઈના આંદોલનકારી વિદ્યાર્થીઓની સાથે એકજૂટતા પ્રકટ કરતા અને દેશમાં વધતી અસહિષ્ણુતાના વિરોધમાં પોતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પરત કર્યો. બેનર્જી અને અન્ય ફિલ્મકારોએ કહ્યુ કે તેમણે વિદ્યાર્થીઓના મુદ્દના નિવારણ અને ચર્ચા વિરુદ્ધ અસહિષ્ણુતાનુ વાતાવરણ દૂર કરવામાં સરકાર તરફથી બતાવેલ ઉદાસીનતાને ધ્યાનમાં રાખતા આ પગલા ઉઠાવ્યા છે. 
 
બેનર્જીએ કહ્યુ, હુ ગુસ્સા અને આક્રોશમાં અહી નથી આવ્યો. આ ભાવનાઓ મારી અંદર લાંબા સમયથી છે. હુ અહી તમારુ ધ્યાન ખેંચવા માટે શુ. ખોસલા કા ઘોસલા માટે મળેલ પોતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પરત કરવો એટલુ સરળ નથી. આ મારી પ્રથમ ફિલ્મ હતી અને ઘણા બધા લોકો માટે મારી પસંદગીની ફિલ્મ હતી. 
 
એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓએ બુઘવારે પોતાની 139 દિવસ જૂની હડતાળ પરત કરી દીધી. જોકે તેઓ સંસ્થાના અધ્યક્ષ પદ પર નિમાયેલ ગજેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ અને તેમને હટાવવાની માંગ ચાલુ રાખશે.  

Share this Story:

Follow Webdunia gujarati