Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી,  સુનીલ શેટ્ટી બન્યા નાના
નવી દિલ્હી: , સોમવાર, 24 માર્ચ 2025 (21:23 IST)
બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલની નવી યાત્રા શરૂ થઈ ગઈ છે. આથિયા અને રાહુલ માતા-પિતા બની ગયા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર તેમના ફેંસ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા અને તેમની પુત્રીના આગમનની જાહેરાત કરી. આ દંપતીએ સોમવારે (24 માર્ચ) આ સમાચારની જાહેરાત કરી. આ સમાચાર શેર કરતાં, આ દંપતીએ બે હંસનું ચિત્ર પોસ્ટ કર્યું જેમાં  એક મેસેજ લખ્યો "આશિર્વાદનાં રૂપમાં એક બાળકી મળી".
 
 
બાળકીનો જન્મ સોમવારે જ થયો છે કારણ કે એક ફોટામાં "24-03-2025" લખેલું છે   અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને કેએલ રાહુલે કંઈપણ લખ્યા વિના એક તસ્વીર શેર કરી, પરંતુ  હેલો અને પાંખોવાળા બાળકનું આઈકોન લગાવ્યું. આ તેમનું પહેલું બાળક છે.
 
તેમણે આ સમાચાર શેર કરતાની સાથે જ, તેમના ફેંસ અને શુભેચ્છાવાળા મેસેજીસથી કમેન્ટ્સ વિભાગછલકાવી દીધો. "તમારી સ્વીટ નાની ઢીંગલીને અભિનંદન, પ્રેમ અને આશીર્વાદ... એક ફેંસે લખ્યું, પ્રેમ અને ઘણો બધો પ્રેમ," જ્યારે ઘણા લોકોએ હાર્ટની  ઇમોજી મૂકી.
 
ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમના ફેંસને ખુશખબર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આથિયા અને કેએલ રાહુલે તેમના અંગત જીવન વિશે અપડેટ શેર કરવા માટે એક કમ્બાઈન્ડ નોંધ શેર કરી. તેમણે એક સુંદર  મેસેજ લખ્યો કે તેઓ ટૂંક સમયમાં બાળકના આશીર્વાદ પામવાના છે.

 
જાન્યુઆરી 2019 માં, કેએલ રાહુલ એક મ્યુચ્યુઅ મિત્ર દ્વારા આથિયાને મળ્યાં અને તેમની બોન્ડીંગ સારી થઈ ગઈ.  ત્યારથી, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધો ખીલી ઉઠ્યા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, આથિયાએ 2023 માં કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા. આ લગ્ન સુનીલના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે