Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનન્યા પાંડેએ શેયર કર્યો વીડિયો તો ચંકી પાંડેની ત પરઆ વા ભડકી ગઈ ફરાહ ખાન અને બોલી - પહેલા તારી છોકરીને સાચવ

ananya pandey
નવી દિલ્હી. , બુધવાર, 11 મે 2022 (15:11 IST)
અનન્યા પાંડેને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોઈ શકાય છે. અનન્યા અવારનવાર પોતાના ફેંસ માટે કંઈક ને કંઈક શેયર કરતી રહે છે. અનન્યાના ઈંસ્ટાગ્રામ પર ઢગલો ફોલોઅર્સ છે, જે તેમની એક ઝલક મેળવવા આતુર રહે છે. આ જ રીતે અનન્યાએ પોતાના ઈસ્ટાગ્રામ પર એક ખૂબ મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે.  જેને જોઈને લોકો હેરાન છે. આ વીડિયો પર ફેંસના મજેદાર રિએક્શન પણ જોવા લાયક છે. અનન્યા પાંડે સાથે વીડિયોમાં બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ જોવા મળી રહ્યા છે. 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનન્યા પાંડે પોતાના મેકઅપ રૂમમાં બેસીને પોતાનો મેકઅપ કરાવી રહી હોય છે. ત્યારે ફરાહ ખાન બહારથી ભાગતી આવે છે અને જોરથી કહે છે કે અનન્યા અનન્યા તે ખાલી પીલી માટે નેશનલ એવોર્ડ જીત્યો છે.  આ વાત પર અનન્યા ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેના ચેહરા પર એક્સાઈટમેંટ જોવા મળે છે.  ત્યારે ફરાહ તેમના પિતા ચંકી પાંડેની સ્ટાઈલમાં કહે છે આઈ એમ જોકિંગ્ સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી લાખોમા લાઈક્સ મલી ચુક્યા છે. સેલેબ્સ પણ ફની કમેટ કરી રહ્યા છે. 
 
વીડિયો માં અનન્યાના પિતા ચંકી પાંડેએ પણ આના કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, "ફરાહ આ વીડિયોમાં ઓવરએક્ટિંગ કરવા બદલ તને એવોર્ડ મળવો જોઈએ". જેના જવાબમાં ફરાહે કહ્યું, "પહેલા તારી દીકરીનું ધ્યાન રાખો". ફરાહ ખાનની આ કમેન્ટ પર લોકોની ઘણી ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મજાકમાં ફરાહ ખાને સાચું કહ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- મનનો વહેમ