Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ameen Sayani: પોતાના દમદાર અવાજથી શ્રોતાઓના દિલોમાં વસ્યા હતા અમીન સયાની, 50000 થી વધુ કાર્યક્રમોનો રેકોર્ડ નોંધાવ્યો

Ameen Sayani: પોતાના દમદાર અવાજથી શ્રોતાઓના દિલોમાં વસ્યા હતા અમીન સયાની, 50000 થી વધુ કાર્યક્રમોનો રેકોર્ડ નોંધાવ્યો
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (13:20 IST)
અમીન સયાની.. એ વ્યક્તિ જેમને લોકોતેમની અવાજથી ઓળખી લેતા હતા. રેડિયો પર જ્યારે તેમનો અવાજ આવતો તો લોકો દિલ થામીને બેસી જતા. આજે આ અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે. અમીન સયાનીનુ હાર્ટ અટેકથી નિધન થઈ ગયુ છે. અમીન સયાની લોકપ્રિય રેડિયો પ્રસ્તોતા રહ્યા. ચર્ચિત શો બિનાકા ગીત માલા દ્વારા તેમને ઘર-ઘર સુધી ઓળખવામાં આવ્યા. એ સમયે જ્યારે એલઈડી ટીવી દરેક ઘરમાં નહોતા, ઓટીટી નહોતા અને થિયેટર સુધી બધા જઈ શકતા નહોતા. 
 
મુંબઈથી શરૂ થઈ યાત્રા 
અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932 મુંબઈમાં થયો. તેણે રેડિયોની દુનિયામાં પોતાનુ મોટુ નામ સ્થાપિત કર્યુ. દર્શક તેમની અવાજ સાથે સીદ્ગી રીતે જોડાયા અને દિલ થામીને તેમના કાર્યક્રમની રાહ જોતા. અમીન સયાનીએ રેડિયો પ્રેજેંટેટરના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત ઓલ ઈંડિયા રેડિયો, મુંબઈથી કરી હતી. તેમના ભાઈ હામિદ સયાનીએ તેમનો પરિચય અહીથી કરાવ્યો હતો. 
 
પચાસ હજારથી વધુ કાર્યક્રમોનો રેકોર્ડ નોંધાયો 
રિપોર્ટ્સ મુજબ સયાનીએ લગભગ દસ વર્ષો સુધી અંગ્રેજી કાર્યક્રમમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે ભારતમાં ઓલ ઈંડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રિપોર્ટ્સ મુજબ અમીન સયાનીના નામ પર  54,000 થી વધુ રેડિયો કાર્યક્રમ પ્રોડ્યુસ/વોયસઓવર કરવાનો રેકોર્ડ નોંધાયો છે. તેમણે લગભગ 19,000 જિંગલ્ક્સ માટે અવાજ આપવાનો પણ અમીન સયાનીના નામે લિમ્ક બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો છે. 
ફિલ્મોમાં નોંધાવી ઉપસ્થિતિ 
રેડિયોએ અમીન સયાનીને જે ઓળખ અપાવી, તે ખૂબ આગળ સુધી ગઈ. તેઓ અનેક ફિલ્મોમાં રેડિયો અનાઉંસરના રૂપમાં જોવા મળ્યા.  તેમા ભૂત બંગલા, તીન દેવીયા, બોક્સર અને કત્લ જેવી ફિલ્મોનો સમાવેશ છે. રેડિયોની દુનિયામાં પોતાના યોગદાન માટે અમીન સયાનીને અનેક મોટા અને જાણીતા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા.  તેમા લિવિંગ લીજેંડ એવોર્ડ (2006), ઈંડિયન સોસાયટી ઓફ એટવરટાઈઝમેંડ ની તરફથી ગોલ્ડ મેડલ (1991) ,  પર્સન ઓફ ધ ઈયર એવોર્ડ (1992)- લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સનો સમાવેશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DPIFF Awards 2024: એવોર્ડ નાઈટના ચમકતા સિતારા બનીને ઉભર્યા શાહરૂખ-નયનતારા, અહી જુઓ વિનર્સની લિસ્ટ