Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનૂ સૂદની ઓફિસે ITના દરોડા, 6 પ્રોપર્ટીઝની તપાસનો દાવો

સોનૂ સૂદની ઓફિસે ITના દરોડા, 6 પ્રોપર્ટીઝની તપાસનો દાવો
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (17:50 IST)
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ કોરોનાના સમયમાં ગરીબો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. તેમણે અનેક લોકોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવા ઉપરાંત તેમના સુધી દવાઓ, ઓક્સીજન સિલેંડર જેવી વસ્તુઓ પણ પહોંચાડી હતી. છેલ્લા કેટલાક દિવસથી જ તેઓ દિલ્હી સરકારના મેંટરશિપ પોગ્રામ સાથે જોડાયા હતા, જે શાળાના બાળકો માટે વિશેષ રૂપે ચલાવવામાં આવનારો કાર્યક્રમ છે. બીજી બાજુ હવે મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ પ્રોગ્રામ સાથે જોડાવવના થોડા દિવસો પછી તાજેતરમાં જ સોનૂ સૂદની સંપત્તિ પર ઈનકમ ટેક્સ વિભાગ સર્વે કરવા પહોંચી ગઈ છે. 
 
6 પ્રોપર્ટીઝ પર સર્વે 
 
સોનૂ સુદ છેલ્લા કેટલાક દિવસોથી રાજનીતિમાં આવવાની રિપોર્ટ્સને લઈને ચર્ચામાં છે. જો કે અભિનેતાએ પહેલા જ આ ચોખવટ કરી દીધી છે કે તેમને પોલિટિક્સમાં ઉતરવામાં કોઈ રસ નથી. આ દરમિયાન તેમની સંપત્તિઓ પર આવકવેરા વિભાગના સર્વેના સમાચાર આવી રહ્યા છે.  એનડીટીવીની એક રિપોર્ટ્સ મુજબ સોનૂ સૂદની 6 પ્રોપર્ટીઝ પર સર્વે કરવામાં આવી રહ્યો છે. 
 
મહામારી દરમિયાન મળી પ્રશંસા 
 
ઉલ્લેખનીય છે કે સોનૂ સૂદ મહામારી દરમિયાન લોકોને મદદ કરવા માટે ચર્ચામાં રહ્યા હતા. તેમના ઉમદા કાર્યો માટે તેમને સામાન્ય લોકો ઉપરાંત ઘણી સેલેબ્રિટીઝ તરફથી પ્રશંસા મળી ચુકી છે. એ સોનુ સૂદ આજે પણ સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગતા લોકોને જવાબ આપતા અને તેમના સુધી મદદ પહોંચાડતા જોવા મળે છે. બીજી બાજુ આવકવેરા વિભાગના સર્વેને લઈને અભિનેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ ખરીદ્યુ અલીબાગમાં નવુ ઘર