ગઈકાલે બોલીવુડ એક્ટ્રેસ જયા બચ્ચનનો જન્મદિવસ હતો. જયા બચ્ચનના આ ખાસ દિવસ પર પુત્ર અભિષેકે તેમની એક પ્યારી તસ્વીર શેયર કરી છે. જયાની આ તસ્વીર જોઈને તમને પણ તેમની સુંદરતા પર પ્રેમ થઈ જશે.
આ ફોટોમાં જયાએ વાઈટ કલરની કુર્તી પહેરી છે અને તેના લાંબા વાળ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અભિષેકે આ ફોટોમાં પોતાની મા માટે એક સ્પેશલ મેસેજ પણ લખ્યો. તેમણે લખ્યુ, જન્મદિવસ મુબારક મા, ભલે કોઈ કશુ પણ લખે પણ તમે જો મારા માટે જે મહત્વ ધરાવો છો એ કોઈ એક્સપ્રેસ કરી શકતુ નથી. ... આઈ લવ યૂ..
આમ સમાચાર માનીએ તો એશ્વર્યાના પિતાની તાજેતરમાં થયેલ મોત પછી જયા પોતાનો જન્મદિવસ નથી ઉજવી રહી.