Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2જી ફેબ્રુઆરીથી શાહરૂખ કચ્છમાં એક અઠવાડિયા શુટીંગ કરશે !

2જી ફેબ્રુઆરીથી શાહરૂખ કચ્છમાં એક અઠવાડિયા શુટીંગ કરશે !
ભુજ , સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (16:35 IST)
બોલીવુડ કિંગ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ રઈસના શુટીંગ માટે 2જી ફેબ્રુઆરીથી કે વીક માટે કચ્છ આવી રહય છે . શાહરૂખ અને 200થી પણ 
 
વધારે ફિલ્મ ક્રુ મેમ્બર કચ્છના જુદા-જુદા સ્થળોએ ફિલ્મનું શુટીંગ કરશે. શાહરૂખ સાથે ફિલ્મમાં કામ કરી રહેલ ફરહાન અખ્તર , નવાઝુદ્દીન સીદ્દીકી 
 
અને પાકિસ્તાની એક્ટ્રેસ માહિઅરખના પણ કચ્છમાં શુંટીંગ કરશે. 
webdunia
શાહરૂખ અને તેની ટીમ બીજી ફેબ્રુઆરીના ગઢશીસા નજીક જિયાપર ગામની વાડીઓ નાની વિરાણે તેમજ જુની જિપાપર રેલ્વેલાઈન વિસ્તારમાં શૂંટીંગ 
 
કરવામાં આવશે. ત્રીજી ફેબ્રુઆરી ધોરડોના સફેદ રણ , ચોથીએ ભુજની કોડકી રોડ પરની ખારી નદીની કોતરો , પાંચમી ફેબ્રુઆરીએ વસંતવાટીકા 
 
કાજાચોરા ખાતે , 7મીએ મઉ-દેઢિયા રોડ , ગઢશીશા અને આઠમીએ ભુજ તાલુકાના લોરિયા ભિરંડીયારા ગામના વિસ્તારોમાં શૂટીંગ કરવામાં આવશે. 
 
શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ કચ્છ આવી રહેલા હોઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. 
 
રઈસ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ ગુજરાતના 1980ના દાયકાના અંધારી આલમના ડોન અબ્દુલ લતીફના જીવન આધારિત છ. જેમાં કિંગખાન રઈસ આલમા નામે કુખ્યાત બુટલેગરનો મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati