Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

110 કરોડના બજેટમાં બનેલ રજનીકાંતની કબાલી, વાંચો ફિલ્મ સાથે જોડાયેલ 15 Facts

110 કરોડના બજેટમાં બનેલ રજનીકાંતની કબાલી,  વાંચો ફિલ્મ સાથે જોડાયેલ 15 Facts
મુંબઈ. , શુક્રવાર, 22 જુલાઈ 2016 (14:47 IST)
આતુરતાનો અંત આવ્યો. કારણ કે રજનીકાંતની ફિલ્મ કબાલી થિયેટર્સમાં રજુ થઈ છે. ફિલ્મમાં તે 55 વર્ષના અધેડ અને 25  વર્ષના યુવકની ભૂમિકા પડદા પર ભજવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે 152 મિનિટની આ ફિલ્મ દેશ વિદેશમાં 4000 સ્ક્રીન્સમાં રજુ થઈ છે. પી. રનજીતના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મ 110 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ટ્રેડ એનાલિસ્ટનુ માનીએ તો શરૂઆતના ત્રણ દિવસમાં જ આ 200 કરોડની કમાણી કરી જશે.  
 
ક્લાઈમેક્સથી નાખુશ હતા પ્રોડ્યુસર્સ  - ફિલ્મના પ્રોડ્યૂસર્સ કલાઈપુલી થાનુ અને સૌદર્યા અશ્વિન કબાલીના ક્લાઈમેક્સથી ખુશ નહોતા. તેમને ભય હતો કે ફેન્સે ફિલ્મનુ એંડિગ પસંદ નહી પડે. જો કે રજનીકાંત નથી ઈચ્છતા કે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવામાં આવે. તેમણે ડાયરેક્ટર પી. રનજીતને એંડિંગ સીન ન બદલવાનુ કહ્યુ હતુ. 
webdunia

ઈંટ્રો સીન  - રજનીકાંતના ઈંટ્રોડક્શન સીન દોઢ મિનિટનો હશે જે કે સ્મો મોશનમાં બતાડવામાં આવશે. તેને સ્મો મોશનમાં ફેંસ માટે ખાસ રીતે મુકવામાં આવ્યો છે. જેથી ફેન્સ સીટી, તાળિયો અને હુટિંગ કરી સુપરસ્ટારની એંટ્રી એન્જોય કરી શકે. 

20 મિનિટમાં તૈયાર થયુ  'Neruppu Da' ગીતનુ લિરિક્સ - ફિલ્મનુ સૌથી પોપોલર ગીત  'Neruppu Da' ને આમા નથી મુકવામાં આવ્યુ છે. આને ફિલ્મના એંડિગ ક્રેડિટ્સમાં સ્થાન મળ્યુ છે.   તમને જાણીને નવાઈ લાગશે કે ગીતના લિરિક્સ ફક્ત 20 મિનિટમાં અરુણ રાજાએ તૈયાર કર્યુ હતુ. 
webdunia

પડદા પર જોવા મળશે રજનીની અસલી વય - કબાલી પ્રથમ ફિલ્મ છે જેમા રજનીકાંતની અસલી વય પડદા પર જોવા મળશે. ફિલ્મ માટે તેમણે 75 દિવસ સુધી ગ્રે દાઢીમાં શૂટિંગ કર્યુ છે.
 
બીજી વાર ભજવશે ડૉનનુ પાત્ર - કબાલી રજનીકાંતની 159મી ફિલ્મ છે. જેમા તેઓ 55 વર્ષના ડૉનનુ પાત્ર ભજવશે. આ પહેલા 1995માં આવેલ બાશા માં રજનીકાંતે મુંબઈ બેસ્ડ ડોનનો રોલ પ્લે કર્યો હતો. 
webdunia

80 કરોડ છે રજનીકાંતની ફી - આ એક્શન થ્રિલર ફિલ્મ માટે રજનીકાંતે 35 કરોડ રૂપિયાની ફિલ્મ લીધી છે. એટલુ જ નહી ફિલ્મના ફર્સ્ટ વીક કલેક્શનમાંથી 45 કરોડ રૂપિયા પણ રજનીકાંતને આપવામાં આવશે. આ હિસાબે તેમણે કબાલી માટે 80 કરોડ મળશે. 
 
ડબલ બોડી વગર રજનીકાંતે સ્ટંટ્સ કર્યા  - કબાલીના ટીઝરમાં રજનીકાંત કાર ડ્રિફ્ટ કરતા દેખાય રહ્યા છે. આ સ્ટંટ તેમને કોઈ પણ ડુપ્લીકેટ વગર કર્યુ છે. શૂટિંગ દરમિયાન જ્યારે રજનીકાંતે ડ્રિફ્ટિંગ કરી તો ત્યા હાજર રહેલા બધા લોકો તેમની ડ્રાઈવિંગ સ્કિલ્સ જોઈને નવાઈ પામ્યા. 
webdunia

106 દિવસમાં પુર્ણ કર્યુ શૂટિંગ - 17 સપ્ટેમ્બર 2015થી જાન્યુઆરી 31 2016 ની વચ્ચે રજનીકાંતે કબાલીનુ શૂટિંગ પુર્ણ કર્યુ.  ટૂંકમાં 106 દિવસોમાં તેમણે ફિલ્મનુ શૂટિંગ પુર્ણ કર્યુ. તેમા તેઓ 55 વર્ષના અધેડ અને 25 વર્ષના યુવકના રોલમાં દેખાશે. 

200 કરોડમાં વેચ્યા સેટેલાઈટ રાઈટ્સ - કબાલીએ રજુ થતા પહેલા જ સેટેલાઈટ અને ડિસ્ટ્રિબ્યૂશન રાઈટ્સ વેચીને 200 કરોડ રૂપિયા કમાવી લીધા છે. જ્યારે કે મૂવી 110 કરોડના બજેટમાં બની છે. 
webdunia

દેશ-વિદેશમાં બંપર રજૂઆત - ફિલ્મ 1000 સ્ક્રીન્સમાં વિદેશોમાં રજૂ થઈ છે. યૂએસ અને યૂકેમાં 500, યૂરોપમાં 100, શ્રીલંકા-ઓસ્ટ્રેલિયામાં 175 અને મલેશિયા-સિંગાપુરમાં 225 સ્ક્રીન્સ પર કબાલી રજુ કરવામાં આવી. બીજી બાજુ દેશભરમાં આ 3000 સ્ક્રીન્સ પર રજુ થશે. 
 
મુખ્ય રોલમાં દેખાશે આ ત્રણ અભિનેત્રી  - રજનીકાંત ઉપરાંત 'કબાલી'માં ત્રણ અભિનેત્રી રાધિકા આપ્ટે, ઘંસિકા અને ઋત્વિકા મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મમાં રાધિકા તેમની પત્ની અને ઘંસિકા પુત્રીનો રોલ ભજવશે. આ ઉપરાંત ઋત્વિકા મીરાનુ પાત્ર ભજવશે. 
webdunia

કંપનીઓએ આપી રજા - 'કબાલી' નો ક્રેજ જોતા ચેન્નઈ અને બેંગલુરુમાં કેટલીક કંપનીઓએ ફિલ્મની રજૂઆત તારીખ મતલબ 22 જુલાઈના રોજ હોલીડેની રજુઆત કરી દીધી છે. ઈમ્પ્લોઈ માસ લીવ કે સિક લીવ પર જવાના હતા. જેને કારણે કંપનીઓએ પહેલા જ રજાનુ એલાન કરી દીધુ. 
 
સવારે 3 વાગ્યે 'કબાલી'નો પ્રથમ શો  - મુંબઈના 70 વર્ષ જૂના અરોડા થિયેટરમાં 'કબાલી' માટે કેટલાક સ્પેશય્લ અરેંજમેંટ્સ કરવામાં આવ્યા છે. મુંબઈના તમિલ બહુમતીવાળા વિસ્તારમાં રહેતા આ 700 સીટર થિયેટરમાં 6 શો બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મનો પ્રથમ શો સવારે 3 વાગ્યે હશે.  ત્યારબાદ સવારે 6, 10, બપોરે 3, સાંજે 6 અને રાત્રે 9 વાગ્યાનો શો રહેશે. 

ઓપન બસ અને ફ્લાઈટમાં પ્રમોશન 

webdunia
ફિલ્મની પ્રોડક્શન ટીમે મંગળવારે ઓન ગ્રાઉંડ પ્રમોશન શરૂ કર્યુ. ઓપન બસ, થિયેટરના એટ્રેસ પર રજનીકાંતના કટઆઉટ્સ  અને અનેક પોસ્ટર્સના દ્વારા તેને પ્રમોટ કરવામાં આવી. ફિલ્મના પ્રમોશન  માટે મલેશિયાની લો બજેટ એયર એશિયાએ સ્પેશ્યલ એયરક્રાફ્ટ લોંચ કર્યુ છે. આ એયરક્રાફ્ટમાં  બેસીને રજનીકાંતના ફેંસ ફિલ્મનુ પ્રીમિયર ઉડાન દરમિયાન જોઈ શકશે.  સ્પેશલ થીમ પર તૈયાર આ એયરક્રાફ્ટ પર રજનીકાંતનો ફોટો બન્યો છે અને તેનો મેન્યૂ પણ ખાસ છે. 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

top 10 rain songs - વરસાદની રોમાંટિક સીઝનના 10 રોમાંટીક ગીત