Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સપ્ટેમ્બરના રોજ દુનિયાને અલવિદા કહી ગઈ હતી નીરજા ભનોટ...જાણો તેના વિશે 10 વાતો...

સપ્ટેમ્બરના રોજ દુનિયાને અલવિદા કહી ગઈ હતી નીરજા ભનોટ...જાણો તેના વિશે 10 વાતો...
, મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (11:32 IST)
પોતાની બહાદુરીથી 359 લોકોનો જીવ બચાવનારી એયર હોસ્ટેસ નીરજા ભનોટને કોણ ભૂલી શકે છે. વર્ષ 1986માં એક પ્લેનના કરાંચી એયરપોર્ટથી હાઈજેક થયા પછી નીરજાએ આતંકવાદીઓ સાથે લડતા 359 લોકોએ જીવ ગુમાવ્યો હતો પણ આ જંગમાં તે પોતાનો જીવ ગુમાવી બેસી હતી. આ ઘટનાને લઈને બનાવેલ ફિલ્મ નીરજાનુ ટ્રેલર રજુ થઈ ગયુ છે. નીરજાનુ પાત્ર અભિનેત્રી સોનમ કપૂર ભજવી રહી છે. જાણો તેના વિશે 10 રસપ્રદ વાતો.. 
 
1. નીરજાનો જન્મ 7 સપ્ટેમ્બર 1963ના રોજ ચંડીગઢમાં થયો હતો. 
2. તેના પિતાનુ નામ હરીશ ભનોટ અને માતાનુ નામ રમા ભનોટ હતુ. 
3. નીરજાને બાળપણથી જ પ્લેનમાં બેસવાની અને આકાશમાં ઉડવાની ઈચ્છા હતી. 
4. એયરહોસ્ટેસ બનતા પહેલા નીરજાએ બિનાકા ટૂથપેસ્ટ, વિકો ટરમરિક ક્રીમ, વૈપરેક્સ અને ગોદરેજ બેસ્ટ ડિટરજેંટની જાહેરાતમાં પણ જોવા મળી ચુકી હતી. 
5. વર્ષ 1985માં નીરજાના લગ્ન થઈ ગયા હતા પણ દહેજના દબાણને કારણે તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તે લગ્નના બે મહિના પછી મુંબઈ પરત આવી ગઈ હતી. 
6. 1986માં નીરજાની ઈચ્છા પુર્ણ થઈ અને તેણે એયર લાઈન્સ પૈન એમ જ્વોઈન કર્યુ. 
7. નીરજાએ એયરહોસ્ટેસ પૈન એમ એયર લાઈંસ જોઈન કર્યુ. 
8. 5 સપ્ટેમ્બર 1986નો દિવસ તેની માટે આ દુનિયાનો અંતિમ દિવસ હતો. 
9. આ જ દિવસ તેના બલિદાન દિવસના રૂપમાં ઓળખવામાં આવે છે. તેણે પોતાના જીવની પરવા કર્યા વગર આતંકવાદીઓનો સામનો કર્યો. તેની આ બહાદુરી ઈતિહાસના પાનમાં નોંધવામાં આવી. 
10. નીરજાના બલિદાન માટે ભારત સરકારે તેને સર્વોચ્ચ નાગરિકનુ સન્માન અશોક ચક્ર પ્રદાન કર્યુ તો બીજી બાજુ પાકિસ્તાનની સરકારે પણ નીરજાને તમગા-એ-ઈંસાનિયત પ્રદાન કર્યુ. 
 
ફિલ્મનુ ટ્રેલર તમને ભાવુક કરી શકે છે. બીજી બાજુ સોનમે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે નીરજાના રોજને પ્લે કરવા દરમિયાન તે ખૂબ જ નર્વસ થઈ હતી. ફિલ્મને ફોક્સ સ્ટાર ઈંડિયા પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મને રામ માઘવાનીએ ડાયરેક્ટ કરી છે.  આ ફિલ્મ 19મી ફેબ્રુઆરીએ રજુ થવાની છે. 

Share this Story:

Follow Webdunia gujarati