Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી બર્થ ડે સલમાન

હેપી બર્થ ડે સલમાન
, સોમવાર, 27 ડિસેમ્બર 2010 (12:39 IST)
P.R

સલમાન ખાન 27 ડિસેમ્બર 2010ના રોજ 45 વર્ષના થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેમની સ્ટાર વેલ્યૂમાં ઘણો વધારો થયો છે. તેમના પ્રશંસકોની સંખ્યા મોટી છે અને વર્ષ 2010ની સૌથી મોટી હિટ ફિલ્મ 'દબંગ'તેમના નામે છે. 'બિગ બોસ' દ્વારા નાના પડદાં પર પણ તેમણે પોતાનો વટ રાખ્યો છે. વર્તમાન સમયમાં બોલીવુડના નિર્માતા તેમને મોં માગ્યા ભાવ આપવા તૈયાર છે.

'દબંગ'ના ચુલબુલ પાંડેને જોઈને એવુ લાગે છે કે આપણે રિયલ સલમાનને જોઈ રહ્યા છે. સલમાનના પ્રશંસક એમને આ પ્રકારના રોલમાં જોવા વધુ પસંદ કરે છે. એવુ પાત્ર જે કોઈનાથી નથી ગભરાતુ. સામેવાળાને કંઈ જ નથી સમજતુ. પ્રેમ પણ અકડ સાથે કરે છે. સલમાને જે ફિલ્મોમાં આ પ્રકારના પાત્રો ભજવ્યા છે તે ફિલ્મોમાં તેમની સફળ થઈ છે. 'દબંગ'ની સફળતાએ સલમાનની એક ઈમેજ બનાવી દીધી છે. સલમાનને તેમાંથી નીકળવુ મુશ્કેલ રહેશે. તેમની આગામી કેટલીક ફિલ્મો ચુલબુલ પાંડેના પાત્રનુ જ એક્સટેંશન છે.

'બીઈંગ હ્યૂમન' દ્વારા લોકોની મદદ કરી રહેલા સલમાનને જન્મદિવસની શુભેચ્છા.

Share this Story:

Follow Webdunia gujarati