Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ હવે પ્રેમનુ ભોળપણ ગુમાવી ચુક્યો છુ - સલમાન ખાન

હુ હવે પ્રેમનુ ભોળપણ ગુમાવી ચુક્યો છુ - સલમાન ખાન
, ગુરુવાર, 17 જુલાઈ 2014 (13:38 IST)
મેંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ આ બધી ફિલ્મોમાં સલમાન ખાનના પ્રેમ નામના પાત્રએ યુવતીઓને પોતાના દીવાના બનાવી દીધા. સલમાન ખાએને લાખો કરોડો યુવતીઓના દિલમાં તેમના પ્રેમના રૂપમાં પોતાની એક સુંદર ઈમેજ બનાવી નાખી. પણ પછી શરૂ થયુ દબંગ, વોંટેડ, એક થા ટાઈગરની યાત્રા અને યુવતીઓના દિલોની ધડકન નું સ્થાન યુવકોની સીટીયો અને ભાઈ ભાઈની અવાજોએ લઈ લીધુ. સલમાન બોલીવુડના સુપરસ્ટાર બની ગયા.  એકવાર ફરીથી સલમાન ખાન બીજીવાર એ જ પ્રેમના ભોળપણને પડલા પર જીવંત કરવા જઈ રહ્યા છે. પ્રેમ રતન ધન પાયો દ્વારા. ઘણા સમય પછી સૂરજ બડજાતિયા-સલમાન ખાન અને અનુપમ ખેરની તિકડી ફરીથી આવી રહી છે ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં. સલમાન ખાનનું કહેવુ છે કે આ ફિલ્મ તેમના અત્યાર સુધીના કેરિયરની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. કારણ કે આટલા વર્ષોમાં તેઓ પ્રેમનુ જે ભોળપણ હતુ  તેની નિષ્છલતા બધુ જ ગુમાવી ચુક્યા છે. સલમાન ખાને તાજેતરમાં જ પોતાના ઈંટરવ્યુ દરમિયાન કહ્યુ - પ્રેમ રતન ધન પાયો મારા કેરિયરની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. ફિલ્મને લઈને હુ ખૂબ જ ખુશ છુ. પણ આટલા વર્ષોમાં મે પ્રેમનુ એ ભોળપણ ગુમાવી ચુક્યો છુ. 

Share this Story:

Follow Webdunia gujarati