Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગુ છુ - આલિયા ભટ્ટ

હુ રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગુ છુ - આલિયા ભટ્ટ
P.R
અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે બાલીવુડ સ્ટાર રણવીર કપૂર મોહક છે અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આલિયા કરણ જૌહરના સેલેબ્રિટી ટૉક શો "કાફી વિદ કરણ" ના આગામી એપિસોડમાં આવશે.

કરણે જ્યારે રણવીરને લઇને તેની ભાવનાઓ વિશે સવાલ કર્યો તો 21 વર્ષીય આલિયાએ તેની ખૂબ જ પ્રશંસા કરી. આલિયાએ કહ્યુ તે સાચે જ મોહક છે અને હું તેની સાથે લગ્ન કરવા ઇચ્છુ છુ.

જ્યારે પૂછ્યું કે શું તેના પ્રેમ વિશે રણવીરની માં ને અને કેટરીના કૈફ ને ખબર છે ? આલિયાએ કહ્યુ બધા મારા વિચાર જાણે છે. મેં જાતે જ બધુ રેકોર્ડ પર કહ્યુ છે.

રૈપિડ ફાયર રાઉંડમાં જ્યારે કરણે આલિયાને ફિલ્મ ઇંડ્સ્ટ્રીમાંથી એવા વ્યક્તિનુ નામ જણાવવા કહ્યુ જેની સાથે તે રોમાંટિક ડેટ પર જવા ઇચ્છે છે. આલિયાએ તરત જ જવાબ આપ્યો - રણવીર

Share this Story:

Follow Webdunia gujarati