Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુમૈમા મલિક કિસિંગ સીન માટે રાતભર ઉંઘી શકી નહોતી

હુમૈમા મલિક કિસિંગ સીન માટે રાતભર ઉંઘી શકી નહોતી

હુમૈમા મલિક કિસિંગ સીન માટે રાતભર ઉંઘી શકી નહોતી
, મંગળવાર, 29 જુલાઈ 2014 (17:42 IST)
મુંબઈ 
 
વીણા મલિક બાદ વધુ એક પાકિસ્તાની અભિનેત્રી બોલીવુડમાં પ્રવેશવા તૈયાર થઈ ગઈ છે. બોલીવુડની નવોદિત અભિનેત્રી હુમૈમા મલિકનું કહેવું છે કે તેણીએ પોતાની આગામી ફિલ્મ રાજા નટવર લાલમાં કિસિંગ સીન આપતા પહેલાં રાતભર ઉંઘી શકી નહોતી.પાકિસ્તાની જાણીતી અભિનેત્રી હુમૈમા મલિક રાજા નટવરલાલ દ્વ્રારા બોલીવુડમાં પ્રવેશવા જઈ રહી છે.આ ફિલ્મમાં હુમૈમા પર અનેક કિસિંગ સીન ફિલ્મવાયા છે. તેણીએ ઉમેર્યું હતું કે મને ખબર હતી કે ફિલ્મમાં કિસિંગ સીન છે.
 
ફિલ્મના નિર્દેશક  મને બધુ સરસ રીતે સમજાવી દીધું હતું  પરંતુ તેમ છતાં મને ખૂબ ડર લાગતો હતો. રાતભર મને ઉંઘ આવી નહોતી રાત દરમિયાન હું નિર્દેશક અને મારા મેનેજરને મેસેજ કરતી હતી જે બાદ મારા મેનેજર મને મેસેજ કર્યો અને કહ્યું કે તુ ઉંઘી જા અને કાલ માટે દિલ અને મગજથી તૈયાર રહેજે. 
 
હુમૈમા મલિકે ઉમેર્યું કે ,બીજા દિવસે જ્યારે હું શૂટ પર પહોંચી ત્યારે ઈમરાન માટે તે ખૂબ જ સરળ હતું અને તેણે તરત જ સીન શૂટ કરી લીધો હતો. બધુ ખૂબ ટેકનિકલ હતું. કઈંક અજબનો અનુભવ થયો નહી. ઈમરામને મળ્યા પહેલાં મને લાગતું હતું કે તે તેની ફિલ્મોમાં દેખાય છે તેવો જ હશે. પરંતુ હકીકતમાં તે ખૂબ જ સારો વ્યક્તિ છે . તે ખૂબ જ શરમાય છે. 
 
ઉલ્લેખનીય છેકે કૃણાલ દેશમુખના નિર્દેશનમાં બની રહેલી રાજા નટવરલાલમાં ઈમરાન હાશમી અને હુમૈમા મલિક ઉપરાંત પરેશ રાવલ ,દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ પ્રદર્શિત થશે.  
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati