Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે બિગ બોસમાં દબંગ નહી પણ કિંગ ખાન જોવા મળશે

હવે બિગ બોસમાં દબંગ નહી પણ કિંગ ખાન જોવા મળશે
P.R


સલમાન ખાનના જૂના દુશ્મન શાહરૂખખાન આ વર્ષે ઓક્ટોબરમાં પ્રસારિત થનારો લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 8ને હોસ્ટ કરી શકે છે. ગત વર્ષે સલમાન ખાને કહ્યું હતું કે, બિગ બોસની સાતમી સિઝન તેની હોસ્ટ તરીકેને આખરી સિઝન હોઈ શકે છે. સલમાનની આ જાહેરાત બાદ નવા હોસ્ટ અંગેની અટકળો લગાવવામાં આવી હતી.

ગત સપ્તાહે કલર્સ ચેનલના વાર્ષિક સમારંભમાં શાહરૂખની હાજરીથી એ વાતને હવા મળી હતી કે કિંગ ખાન બિગ બોસની આગામી સિઝન હોસ્ટ કરી શકે છે. આટલું જ નહીં ચેનલ તરફથી યોજવામાં આવેલા ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશનના એવોર્ડ સમારંભમાં શાહરૂફને બેસ્ટ એન્ટરટેનરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે કલર્સ અને શાહરૂખના સંબંધો ધનિષ્ઠ થઈ રહ્યા છે. બીજી બાજુ ઘણા વર્ષોથી સલમાન બિગ બોસ હોસ્ટ કરતો હોવા છતાં પણ દેખાણો નહોતો.

એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ચેનલ નવા હોસ્ટ તરીકે યંગ ચહેરાની શોધમાં છે. જે ઓડિયન્સની સાથે સાથે બિગ બોસના ઘરમાં પણ કનેક્ટ રહી શકે. ચેનલ તરફથી રણબીર કપૂરને પણ એપ્રોચ કરવામાં આવ્યાના સમાચાર છે. આ ઉપરાંત રણવીર સિંહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આ બધી અટકળો વચ્ચે બિગ બોસના નવા હોસ્ટ અંગે એપ્રિલના અંત સુધીમાં નિર્ણય લેવાશે. હાલમાં ચેન પોતાના રોમાચંક રિયાલિટી શો ખતરોં કે ખિલાડી પર ધ્યાન આપી રહી છે.


Share this Story:

Follow Webdunia gujarati