Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ઈમરાન પણ સલમાનનો પ્રશંસક

હવે ઈમરાન પણ સલમાનનો પ્રશંસક

ભાષા

મુંબઈ , શુક્રવાર, 21 મે 2010 (17:39 IST)
ND
N.D
બોલિવુડમાં પોતાના વર્તનના કારણે વિશેષ ચર્ચામાં રહેનારા સલમાન ખાનના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. પહેલા આમિરખાન અને તેના ભત્રીજા ઈમરાન ખાને પણ કહ્યું છે કે, તે સલમાન ખાનને પોતાના ગુરૂ અને ફેવરિટ અભિનેતા તરીકે ગણે છે.

આમિરખાનના પગલે આગળ વધીને ઈમરાન ખાને પણ સલમાનની ખુબ પ્રશંસા કરી છે. એક મુલાકાતમાં ઈમારાને તાજેતરમાં કબૂલાત કરે હતી કે, બાળપણથી તે સલમાનને એક આદર્શ તરીકે ગણે છે.

સલમાન માટે તેના પ્રેમના સંબંધમાં ઈમરાન ખાને કોઈ સ્પષ્ટ વાત કરી નથી પરંતુ તેના કહેવા મુજબ સોહિલ ખાન, અરબાજ ખાન સહિત સલમાન ખાનના સમગ્ર પરિવારના સભ્યોને તે પસંદ કરે છે. અરબાજ સોહિલે ઈમરાનની પ્રથમ ફિલ્મ જાને તૂ યા જાને નામાં ભૂમિકા પણ ભજવી હતી. ત્યારબાદથી સલમાન પરિવાર સાથે તેના સંબંધો વધ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati