Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરમનભાઈ શીખી રહ્યા છે ક્રિકેટ

હરમનભાઈ શીખી રહ્યા છે ક્રિકેટ
IFM
'લવ સ્ટોરી 2050'ની નિષ્ફળતાને કારણે હરમન ફિલ્મ છોડીને ક્રિકેટમાં પોતાનુ કેરિયર બનવવા નથી જઈ રહ્યા છે, પરંતુ પોતાની આગામી ફિલ્મ 'વિક્ટરી' ને માટે તેઓ ક્રિકેટ રમવુ શીખી રહ્યા છે.

પહેલી ફિલ્મની અસફળતાને ભૂલીને હરમન હાલ પોતાની આગામી ફિલ્મ 'વિક્ટરી' પર ધ્યાન આપી રહ્યા છે. હરમન આ ફિલ્મમાં વિજય શેખાવત નામની ક્રિકેટ ખેલાડીની ભૂમિકા નિભાવી રહ્યા છે જે નાના શહેરના રહેનારો છે અને રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ ખેલાડી બનવુ છે.


અભિનયમં તો હરમન નબળો છે જ, ક્રિકેટ પણ તેમને સારી રમતા નથી આવડતી. હરમનને પડદાં પર ક્રિકેટ રમતા જોઈને દર્શકો હસે નહી, તેથી તેમણે પૂર્વ ક્રિકેટ ખેલાડી પ્રવિણ આમરે પાસેથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

હરમનને પ્રવિણ ક્રિકેટના દરેક વિભાગના વિશે સમજાવી રહ્યા છે અને જ્યારે પણ હરમન પર ક્રિકેટ રમતુ દ્રશ્ય ફિલ્માવવામાં આવે છે ત્યારે પ્રવિણ ત્યાં હાજર રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati