ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.રોજ સૂતા પહેલા તે ભગવાનને ધન્યવાદ કહેવાનું નથી ભુલતી. તેમને દિવાળી ખુબ જ પસંદ છે. 1984
માં લંડન રૉયલ અલબર્ટ હોલ અને વિક્ટોરીયા હોલમાં ગાતા તેમને ખુબ જ ખુશી થઈ હતી. લતાના ગાયા બાદ 10 મિનિટ સુધી લોકો તાળીઓ વગાડતાં રહ્યાં હતાં. આ ક્ષણ તેમની જીંદગીની યાદગાર ક્ષણોમાંની એક છે. ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે. પડોસણ, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે. બીજાઓ પર વિશ્વાસ કરી લેવાની પોતાની આદતને તે પોતાની કમજોરી માને છે. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયાની દાદ મળી હતી જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં. ઉસ્તાદ અમાન ખા ભિંડિ બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં. મહાશિવરાત્રિ, શ્રાવણના સોમવાર સિવાય તે ગુરૂવારનું વ્રત રાખે છે. લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ કિતી હંસાલીમાં ગાયું હતું પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. હિન્દી ફિલ્મ આપકી સેવામે(1947 ) લતાએ પહેલી વખત ગાયું હતું. લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠિ, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે. તે મરાઠી ભાસી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં થોડુક બોલે લે છે.
ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.
તેમણે લેકિન, બાદલ અને કાંચનજંગા જેવી ફિલ્મો પણ બનાવી છે.
વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે કે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા છે.
ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.