Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટુડંટ ઓફ ધ યરની સિક્વલ બનાવવાની કરણની જાહેરાત

સ્ટુડંટ ઓફ ધ યરની સિક્વલ બનાવવાની કરણની જાહેરાત
P.R

મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ અને વરુણ ધવન તેમજ સિદ્ધાર્થને આવરી લેતી ફિલ્મ સ્ટુડંટ ઓફ ધ યરની સિકવલ ફિલ્મ બનાવવાની કરણ જોહરે જાહેરાત કરી દીધી છે. કરણ જોહરે કહ્યુ કે હાલમાં સિકવલ ફિલ્મોનો પ્રવાહ ચાલી રહ્યો છે. તેઓ પોતે પણ આ પ્રવાહ સાથે આગળ વધવા માંગે છે. યુવા પેઢીને આવરી લેતી સ્ટુડેંટ ઓફ ધ યર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ થયા હતા. કરણે કહ્યુ છે કે પ્રોડક્શન હાઉસ સિકવલની યોજના ધરાવે છે. ગયા વર્ષે રજૂ થયેલી ફિલ્મ સાથે કરણ જોહરે ત્રણ કલાકારોને તક આપી હતી.;

હવે કરણ જોહર સિકવલ મારફતે વધુ કેટલાક કુશળ કલાકારોને તક આપી શકે છે. મુખ્ય ફિલ્મના કલાકારો રહેશે કે કેમ તે અંગે માહિતી મળી શકી નથી. પણ ટુંકમાં આની જાહેરાત કરવામાં આવશે. સોશિયલ નેટવક્રિંગ સાઈટ પર કરણે કહ્યુ છે કે જે લોકો સિકવલના પ્રશ્નો પૂછી રહ્યા છે તે લોકો માટે જવાબ છે કે ચોક્ક્સપણે સિકવલ ફિલ્મ બનાવાશે. મૂળભૂત ફિલ્મની તારીખ અને નામો અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉભરતા કલાકારોને આ ફિલ્મમાં કામ કરવાની તક મળશે.

Share this Story:

Follow Webdunia gujarati